સુઈગામ: મેધપુરા ગામની સીમમાં તીડ દેખાતાં ખેડૂતો વાવણી પહેલા ચિંતાતુર

અટલ સમાચાર, સુઈગામ ( દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લાના સરહદ ઉપર આવેલ મેધપુરા ગામની સીમમાં ખેડૂત ના દુશ્મન એવા તીડનું આક્રમણ થયું જોવા મળ્યું હતું. ત્યારે મેધપુરા અને આજુબાજુ ના ગામના ખેડૂતો ને ભારો ભાર ચિંતા થવા લાગી છે. સોમવારની સવારે સુઇગામ તાલુકાના છેવાડાના ગામ મેધપુરા ની સીમમાં હજારો તીડ દેખાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. રાજસ્થાનના
 
સુઈગામ: મેધપુરા ગામની સીમમાં તીડ દેખાતાં ખેડૂતો વાવણી પહેલા ચિંતાતુર

અટલ સમાચાર, સુઈગામ ( દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લાના સરહદ ઉપર આવેલ  મેધપુરા ગામની સીમમાં ખેડૂત ના દુશ્મન એવા તીડનું આક્રમણ થયું જોવા મળ્યું હતું. ત્યારે મેધપુરા અને આજુબાજુ ના ગામના ખેડૂતો ને ભારો ભાર ચિંતા થવા લાગી છે. સોમવારની સવારે સુઇગામ તાલુકાના છેવાડાના  ગામ મેધપુરા ની સીમમાં હજારો તીડ દેખાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

રાજસ્થાનના  તરફથી આવેલા તીડનું  એક ટોળું આજે સરહદ ઉપરના મેધપુરા ગામની સીમમાં જોવા મળ્યું હતું ત્યારે ગુજરાતમાં અગાઉ બે વખત તીડ નો આતગ જોવા મળ્યો હતો. ત્યારે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ગયા વર્ષે નહિવત વરસાદના  કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યા હતા.

ચાલુ વર્ષે સુઇગામ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ થયો જે જેને લઈને ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી ખેતરોમાં કરવા માંડ્યા છે. ત્યારે અચાનક તીડ દેખાતાં ખેડૂતો ચિંતા માં મુકાઈ ગયા છે અને એક બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે સરહદ ઉપર ના ગામડાઓ માં અમે સર્વે હાથ ધર્યું છે તે પણ તેમના દાવા પોકળ સાબિત થઈ રયા છે. ત્યારે સુઇગામ તાલુકાના મેધપુરા ગામના ખેડૂતો અને આજુબાજુ ગામના ખેડૂતો ની માંગ છે કે વહેલી તકે આ તીડ જ્યાં દેખાય ત્યાં વહીવટી તંત્ર આવી ને જે કાર્યવાહી કરવાની હોય તે કરીને ખેડૂતને આર્થિક પાયમાલ માંથી બચાવે તેવી માંગ કરી હતી.