સુઈગામઃવરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતિત, જીરાના પાકને નુકશાનની ભીતિ
અટલ સમાચાર, સુઈગામ બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામમાં મંગળવારે વાદળછાયા વાતાવરણથી વરસાદી છાંટા પડ્યા છે. સોમવારે ડીસા સહિતના તાલુકામાં માવઠાનો માહોલ સર્જાયો હતો. જ્યારે આજે સુઈગામમાં કાળા વાદળોના વરસાદને લઈ પંથકનો ખેડૂત ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. સરહદી વિસ્તાર તરીકે જાણીતા સુઈગામમાં આજે એકાએક વહેલી સવારથી વરસાદી વાદળો જોવા મળ્યાે હતો. એકાએક સુસવાટા મારતા પવન
Feb 26, 2019, 14:35 IST

અટલ સમાચાર, સુઈગામ
બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામમાં મંગળવારે વાદળછાયા વાતાવરણથી વરસાદી છાંટા પડ્યા છે. સોમવારે ડીસા સહિતના તાલુકામાં માવઠાનો માહોલ સર્જાયો હતો. જ્યારે આજે સુઈગામમાં કાળા વાદળોના વરસાદને લઈ પંથકનો ખેડૂત ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.
સરહદી વિસ્તાર તરીકે જાણીતા સુઈગામમાં આજે એકાએક વહેલી સવારથી વરસાદી વાદળો જોવા મળ્યાે હતો. એકાએક સુસવાટા મારતા પવન સાથે તાલુકામાં વરસાદી છાંટા પડતા ધરતીપુત્રો પોતાને ખેતરોમાં દોડી ગયા હતા. અને લણણી થવા આવેલ પાકની માવજત કરવા દોડાદોડીમાં લાગ્યો હતો. પલટાયેલા વાતાવરણથી જીરાના પાકને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સતત ત્રણ, સાડા ત્રણ રાત-દિવસ એક કર્યા બાદ ખેડૂતના મોંઢામાં આવેલ કોળીયો વરસાદી માહોલથી છીનવાઈ જવાનો ભય આલમના ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.