અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
આજરોજ કાંકરેજ તાલુકા યુવા ભાજપ અને થરા શહેર યુવા મોરચા ભાજપ દ્વાર સ્વામી વિવેકાનંદની 156મી જન્મજયંતી નિમિતે વિવેકાનંદજીની પ્રતિમાને ફુલહાર કરી તેનુ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકોને પતંગ વિતરણ કરી મીઠાઈ અને ફ્રુટ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે થરા શહેર પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિહ વાધેલા થરા, શહેર પ્રમુખ તેજાજી ઠાકોર, યુવા ભાજપ પ્રમુખ ઝેણુભા વાધેલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખાનુભા વાઘેલા, થરા શહેર મહામંત્રી રાયમલભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ કનુભાઇ ઠકકર, શકિતસિહ ઝાલા મહામંત્રી હર્ષદભાઈ ઠકકર, અણદાભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા યુવા ભાજપ ઉપપૃમખ વિષ્ણુભાઈ બારોટ, બનાસકાંઠા જિલ્લા લઘુમતિ મોરચા મહામંત્રી ફકુબા સાચોરા, દિનેશભાઈ ઠાકોર મંત્રી યુવા ભાજપ તથા યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા.