શંખેશ્વરની એન.એમ.શાહ કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતિ ઉજવાઈ

અટલ સમાચાર, શંખેશ્વર એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ શંખેશ્વરમાં સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતિ- રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શુભ શરુઆત પ્રા.ધવલભાઈ જોષીએ પ્રાર્થનાથી કરી હતી. કોલેજની એસ.વાય.બી.એ.ની વિદ્યાર્થિની ચાવડા મંજુલાએ સ્વામિ વિવેકાનંદનું રેખાચિત્ર દોરીને પોતાની ચિત્રકલા અભિવ્યક્ત કરી હતી. વધુ વાંચો શંખેશ્વરના એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવિધ
 
શંખેશ્વરની એન.એમ.શાહ કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતિ ઉજવાઈ

અટલ સમાચાર, શંખેશ્વર

એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ શંખેશ્વરમાં સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતિ- રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શુભ શરુઆત પ્રા.ધવલભાઈ જોષીએ પ્રાર્થનાથી કરી હતી. કોલેજની એસ.વાય.બી.એ.ની વિદ્યાર્થિની ચાવડા મંજુલાએ સ્વામિ વિવેકાનંદનું રેખાચિત્ર દોરીને પોતાની ચિત્રકલા અભિવ્યક્ત કરી હતી.

વધુ વાંચો  શંખેશ્વરના એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવિધ ડે ની ઉજવણી

શંખેશ્વરની એન.એમ.શાહ કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતિ ઉજવાઈકોલેજના પટાંગણમાં કબડ્ડી જેવી અનેકવિધ રમતો રમાડીને ’યુવા દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. કોલેજના ઉત્સાહી પ્રિ. રાજેશ ત્રિવેદીએ સ્વામી વિવેકાનંદના ધર્મ અંગેના વિચાર વિષય પર વ્યક્તવ્ય આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કોલેજના સંચાલક નવીનભાઈ ભોજકે સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો પર અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટરના કન્વીનર પ્રા. નિરવ કંસારાએ કર્યું હતું.