સિદ્ધપુર શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર, પાટણ સિદ્ધપુરના બિન્દુ સરોવર પાસે આવેલ પ્રાથમિક શાળાના ધો.4 માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુંજન ફાઉન્ડેશન ટ્રસ્ટ સિદ્ધપુરના સહયોગથી વિનામૂલ્યે શાળાના 30 જેટલા વિદ્યાર્થીઓને સ્વેટર અને સ્કાપ નું વિતરણ કરવામાં આવ્યું હતુ. શાળામાં અભ્યાસ કરવા આવતા કેટલાક વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં સ્વેટર વગર ઠંડીએ ઠરતા હતા ત્યારે કુંજન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સિદ્ધપુરના સરાહનીય કામગીરીને શાળાએ
Jan 19, 2019, 15:34 IST

અટલ સમાચાર, પાટણ
સિદ્ધપુરના બિન્દુ સરોવર પાસે આવેલ પ્રાથમિક શાળાના ધો.4 માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુંજન ફાઉન્ડેશન ટ્રસ્ટ સિદ્ધપુરના સહયોગથી વિનામૂલ્યે શાળાના 30 જેટલા વિદ્યાર્થીઓને સ્વેટર અને સ્કાપ નું વિતરણ કરવામાં આવ્યું હતુ. શાળામાં અભ્યાસ કરવા આવતા કેટલાક વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં સ્વેટર વગર ઠંડીએ ઠરતા હતા ત્યારે કુંજન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સિદ્ધપુરના સરાહનીય કામગીરીને શાળાએ બિરદાવી હતી. આ કાર્યક્રમમાં અદયક્ષ કવિતાબેન શુક્લ, અશોકભાઈ આચાર્ય, ટ્રસ્ટના અદયક્ષ અને ઠાકોર સમાજના અગ્રણી પૃથ્વીસિંહ ઠાકોર, પ્રવીણભાઈ દરજી, શાળાના આચાર્ય જગદીશભાઈ કટારા, ભરતભાઇ પટેલ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલી ઉપસ્થિત રહ્યા હતા.