રાજકોટઃ સફાઇકર્મી મહિલાએ મૃતદેહ પરથી સોનાનાં દાગીના લઇ વેચી માર્યા

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટ સિવિલ હોસ્પિટલને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ગત તારીખ 16 ના રોજ કોરોના વોર્ડમાં એક વૃદ્ધાનું મોત થયું હતું જેના શરીર પરથી સોનાની અમુક વસ્તુ ગાયબ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો અને પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે સમગ્ર મામલે સીસીટીવી (CCTV) તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી
 
રાજકોટઃ સફાઇકર્મી મહિલાએ મૃતદેહ પરથી સોનાનાં દાગીના લઇ વેચી માર્યા

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ સિવિલ હોસ્પિટલને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ગત તારીખ 16 ના રોજ કોરોના વોર્ડમાં એક વૃદ્ધાનું મોત થયું હતું જેના શરીર પરથી સોનાની અમુક વસ્તુ ગાયબ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો અને પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે સમગ્ર મામલે સીસીટીવી (CCTV) તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. શહેરના ઘાંચીવાડમાં રહેતા વૃદ્ધાનું સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં મૃત્યુ થયા બાદ તેમની લાશ પરથી સોનાની બૂટી અને નાકની ચૂક ગાયબ હતી.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હલીમાબેન ઢાંકવાલા નામના વૃદ્ધાને સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હલીમાબેનનું મૃત્યુ થયા બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેમના પરિવારજનોને હલીમાબેને પહેરેલી ધાતુની બંગડી સોંપી દીધા હતા. જોકે વૃદ્ધા સોનાની બૂટી અને નાકમાં ચૂક પહેરતા હતા તે નહીં મળતાં પરિવારજનોએ તેની પૂછપરછ કરતાં લાશ પરથી સોનાના દાગીનાની ચોરી થઇ ગયાનું સ્પષ્ટ થયું હતું. ચોરીના બનાવ અંગે મૃતકના પુત્ર યાસીનભાઇ ઢાંકવાલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસે કોરોના વોર્ડના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક મહિલા લાશ પરથી દાગીના ઉતારતી હોવાનું જોવા મળ્યું હતું, પોલીસે તે મહિલા અંગે તપાસ કરતાં તે મહિલા હોસ્પિટલમાં જ સફાઇ કામદાર તરીકે કામ કરતી વર્ષા સોલંકી હોવાની માહિતી મળતાં પોલીસે વર્ષાને ઝડપી લીધી હતી. પોલીસે મહિલાને સોનાના દાગીના અંગે પૂછપરછ કરતાં વર્ષાએ પોતે ત્રણ દિવસથી જ હોસ્પિટલમાં કામ પર આવ્યાની અને હલીમાબેનની લાશ પરથી સોનાની બૂટી અને ચૂક ચોરી કરી લીધાની કબૂલાત આપી હતી. એટલું જ નહીં ચોરાઉ દાગીના સોનીબજારમાં જઇને વેચી દીધા હતા અને તેના બદલામાં ચાંદીના દાગીના ખરીદી લીધા હતા. પોલીસે સોની વેપારી પાસેથી ચોરાઉ દાગીના જપ્ત કર્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.