હોબાળો@ભાભર: ડેરીમાં અનિયમિત પગારથી કંટાળી દૂધ ભરાવાનુ બંધ કર્યુ

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાળા ગામે દૂધ ડેરીમાંથી સમયસર દૂધનો પગાર ના મળતા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને દૂધ ભરાવવાનું બંધ કર્યું હોવાની વાત સામે આવી છે. ગ્રાહકોનું કહેવું છે જ્યાં સુધી અમોને પગાર નહીં મળે ત્યાં સુધી અમો દૂધ નહીં ભરાવીએ. અંદાજીત 60 થી ગ્રાહકો પોતાના પશુપાલન નું દૂધ
 
હોબાળો@ભાભર: ડેરીમાં અનિયમિત પગારથી કંટાળી દૂધ ભરાવાનુ બંધ કર્યુ

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાળા ગામે દૂધ ડેરીમાંથી સમયસર દૂધનો પગાર ના મળતા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને દૂધ ભરાવવાનું બંધ કર્યું હોવાની વાત સામે આવી છે. ગ્રાહકોનું કહેવું છે જ્યાં સુધી અમોને પગાર નહીં મળે ત્યાં સુધી અમો દૂધ નહીં ભરાવીએ. અંદાજીત 60 થી ગ્રાહકો પોતાના પશુપાલન નું દૂધ ભરાવાનું બંધ કરતા ભારે હોબાળો મચી ગયો છે.

હોબાળો@ભાભર: ડેરીમાં અનિયમિત પગારથી કંટાળી દૂધ ભરાવાનુ બંધ કર્યુ

ભાભર તાલુકાના કુવાળા ગામે આવેલ દૂધ ડેરીમાં અંદાજીત 60 થી ગ્રાહકો પોતાના પશુપાલનનું દૂધ ભરાવે છે, પરંતુ છેલ્લા બે મહિનાથી દૂધનો પગાર ના મળતા આખરે દૂધ ગ્રાહકોએ ભારે હોબાળો મચાવી દૂધ ડેરીને તાળા માર્યા હતા. દૂધ ગ્રાહકોનું કહેવું છે કે, જ્યાં સુધી દૂધનો પગાર નહીં મળે ત્યાં સુધી અમો દૂધ ડેરીમાં નહીં ભરાવીએ. ત્યારે બનાસ ડેરીના વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિવારણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એક બાજુ સરહદી વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો પોતાનું ગુજરાત પશુપાલન ઉપર નિર્ભરીત હોય છે, ત્યારે કુવાળા દૂધ ડેરીના મંત્રી દ્વારા હજુ સુધી પગાર આપવામાં આવ્યો નથી. ત્યારે ગ્રાહકોએ અનેક વખત રજુઆત કરી હોવા છતાં મંત્રી દ્વારા યોગ્ય જવાબ આપવામાંના આવતા આખરે ગ્રાહકોએ ભારે હોબાળો મચાવી જયાં સુધી પગાર ના મળે ત્યા સુધી દૂધ ન ભરાવવાનો નિર્ણય કર્યો છે.