તબાહી@ઈટાલીઃ કોરોના વાયરસથી, 24 કલાકમાં 743 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક ઈટાલીમાં કોરોનાવાયરસે કેર બનીને લોકોને ભરખી રહ્યો છે. 24 કલાકમાં 743 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. ઇટાલીની સિવિલ પ્રોટેકશન એજન્સીએ આ જાણકારી આપી છે. બે દિવસ બાદ દેશમાં મોતનો આંકડો ફરી વધ્યો આ પહેલા સોમવારે 601 લોકોના મોત નિપજ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ઈટાલીમાં કોરોનાવાયરસ
 
તબાહી@ઈટાલીઃ કોરોના વાયરસથી, 24 કલાકમાં 743 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ઈટાલીમાં કોરોનાવાયરસે કેર બનીને લોકોને ભરખી રહ્યો છે. 24 કલાકમાં 743 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. ઇટાલીની સિવિલ પ્રોટેકશન એજન્સીએ આ જાણકારી આપી છે. બે દિવસ બાદ દેશમાં મોતનો આંકડો ફરી વધ્યો આ પહેલા સોમવારે 601 લોકોના મોત નિપજ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈટાલીમાં કોરોનાવાયરસ નો કહેર યથાવાત રહ્યો છે. રવિવારે 650 લોકો મોતને ભેટ્યા છે. અહીંયા કુલ 6 હજાર 820 લોકોના મોત કોરોનાથી થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 69 હજાર 176 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ઈટાલીમાં સતત કોરોનાના પોઝિટીવ કેસ વધી રહ્યા છે. તો વળી ઈટાલીમા કેટલાક દર્દીઓ સાજા પણ થયા છે. કોરોના પ્રકોપના કારણે ઇટાલીમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. દેશમાં આશરે છ કરોડ લોકોને ઘરમાં જ રહેવા જણાવાયું છે.