file photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ચકાસણી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 46 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 308 થયા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા હજુ વધશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ચારેય દર્દી તમિળનાડુના રહેવાસી છે અને જમાતમાં હાજરી આપીને ભરૂચ આવ્યા હતા. ગાંધીનગરમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું છે. કોરોના પોઝિટિવ પૌત્રના સંપર્કમાં આવેલા 84 વર્ષીય દાદાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.

રાજકોટના જંગલેશ્વરમાં વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

46 કેસમાં ક્યાં ક્યાં
અમદવાદા 11
પાટણ 2
વડોદરા 17
રાજકોટ 5
કચ્છ 2
ભરૂચ 4
ગાંધીનગર 1
ભાવનગરના 4

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code