આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત ઠાકોર સેના દ્વારા આયોજિત સમૂહલગ્નના કાર્યક્રમ ઉભો થયેલો વિવાદ નવીન બાબતોને જન્મ આપી રહ્યો છે. કલોલ ધારાસભ્યે જાહેર મંચ ઉપરથી દારૂ અને લગ્નપત્રિકા અંગે ગંભીર સવાલ સહ આક્ષેપ કર્યો હતો. સમાજને દારૂના રવાડે ચડાવ્યા તેવા લોકોના નામ પત્રિકામાં લખાયા હોવાની ટિપ્પણી બાદ ખળભળાટ મચી ગયો છે.

કડી ખાતે અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમૂહલગ્નની પત્રિકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સહિત દાતાઓના નામ લખવામાં આવ્યા હતા. સમૂહલગ્ન દરમિયાન મંચ ઉપરથી ભાષણ આપતા બળદેવજી ઠાકોરની ટિપ્પણીથી આયોજકો હતપ્રભ બની ગયા છે.

સમાજને દારૂના રવાડે ચડાવ્યા તેવા લોકોના નામ પત્રિકામાં લખવામાં આવ્યા હોવાનો આક્ષેપ ધારાસભ્ય બળદેવજીએ મંચ ઉપરથી કર્યો હતો. આનાથી સભા સ્થળે ઘડીભર સન્નાટો વ્યાપી ગયો હતો. નામને લઈ ઉભા થયેલા વિવાદમાં સવાલો, વિવાદો અને સ્પષ્ટતાથી સમૂહલગ્નનો આનંદ રાજકીય વમળોમાં ફસાઈ ગયો હતો. જેને લઈ વરઘોડિયા સહિતના લોકો ઠાકોર આગેવાનોની વાતથી મુંઝવણમાં મુકાયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code