તાલાલા: કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં 2 વર્ષ 9 મહિનાની સજા

અટલ સમાચાર,અમદાવાદ ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો છે. ભગવાન બારડ પર આરોપ હતો કે 1995માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી
 
તાલાલા: કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં 2 વર્ષ 9 મહિનાની સજા

અટલ સમાચાર,અમદાવાદ

ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો છે. ભગવાન બારડ પર આરોપ હતો કે 1995માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

સમગ્ર અહેવાલ પર નજર કરીએ તો, 1995માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી. સુત્રાપાડાની સરકારી ગોચર જમીન માંથી 2.83 કરોડની ખનીજ ચોરી કરી હતી ત્યારે આ આરોપ મામલે ધણા સમયથી સુત્રાપાડા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આજે સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફાર્સ્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ગૌચર જમીન માંથી ખનીજ ચોરી માટે કસુરવાર ઠેરવ્યા છે અને કોર્ટે આ ધારાસભ્યને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. આ ઉપરાંત 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

તમને જણાવી દઇએ કે, વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્‍યારે કોંગ્રેસ પક્ષે પોતાની બેઠક જાળવી રાખવા સ્‍વ.જશુભાઈ બારડના સગાભાઈ અને પૂર્વ ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડને ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો.