આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી, રિતિક સરકરા

અંબાજીની બજારમાં સોમવારે સાંજે અચાનક શરૂ થયેલી બબાલમાં ધોકા ઉડ્યા હતા. જેમાં માર્ગ પર શાકભાજી રેલાતા લોકો એકઠા થઇ યુધ્ધના દ્રશ્યો જોયા હતા. હકીકતે શાકભાજી વેચતા લારીવાળા વચ્ચે કોઇ કારણસર ઝગડો શરૂ થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

અંબાજી ખાતે મંદિર માર્ગ નજીક શાકભાજી વેચતા લારીવાળા વચ્ચે અચાનક બબાલ થઇ હતી. જગ્યા કે વેપાર સંદર્ભે બે વેપારીઓ વચ્ચે શરૂઆતમાં ચકમક બાદ ધોકા વડે યુધ્ધ થયું હતું. મારામારીના દ્રશ્યો જોઈ પસાર થતાં લોકો ઘડીભર એકઠા થઇ ગયા હતા.

બબાલને પગલે રોડ પર શાકભાજી ફેંકાઈ હતી. જેનાથી માહોલ ગરમાયો હતો. સ્થાનિકોમાં શાકભાજી વાળાની ઉગ્રતાને લઈ તરેહ તરેહની ચર્ચા જામી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝઘડાનું સ્વરૂપ ઉગ્ર બનતા માં અંબાના દર્શને આવેલા શ્રદ્ધાળુઓમાં નારાજગી ફેલાઈ હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code