આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,તલોદ

સાબરકાંઠા જીલ્લાના તલોદમાં એસ.ટી બસની અનિયમતતાને લઇ વિધાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે. તલોદ શહેરના તલોદ પોઇન્ટ પર થી ટાઈમ ટેબલ પ્રમાણે ૧૨- ૩૦ કલાકે થી બસ ઉપડતી તલોદ-જસનપુર બસ છેલ્લા કેટલાક સમયથી અનિયમિત હોઇ મુસાફરોમાં તંત્ર વિરૂધ્ધ રોષની લાગણી ઉદભવી રહી છે. ચાલુ દિવસોએ તલોદ કોલેજમાં પરિક્ષા પણ ચાલતી હોવાથી વિધાર્થીઓએ બસની અનિયમિતતાને કારણે ના છુટકે જીવના જોખમે ખાનગી સાધનોમાં મુસાફરી કરવી પડે છે. તો બીજી તરફ વિધાર્થીઓ કહી રહયા છે કે જો કોઇ સરકારી કાર્યકમ હોય તો ડઝન સરકારી બસો એક સાથે ઉતારી દેવામાં આવતી હોય છે. મહત્વનું છે કે, મુસાફરો-વિધાર્થીઓએ ચિમકી આપી છે કે, જો આ બાબતે નકકર પગલા નહી લેવાય તો ઉચ્ચ સ્તરે રજુઆત પણ કરવામાં આવશે.

18 Sep 2020, 10:10 AM (GMT)

COVID-19 Global Stats

30,375,397 Total Cases
950,988 Death Cases
22,060,016 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code