આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

જીલ્લા અને તાલુકા પંચાયતની સત્તાવાર વેબસાઇડમાં દરેક શાખાના અધિકારી અને તેમના નામ-નંબર અને ઇ-મેઇલ આઇડીની વિગતો મુકવામાં આવતી હોય છે. જીલ્લા પંચાયત હેઠળની દાંતા તાલુકા પંચાયતના વહીવટી અધિકારી અને કર્મચારીના નામ-નંબરની માહિતિમાં તમામ નામ અને નંબર ગેરમાર્ગે દોરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. દાંતા તાલુકા પંચાયતની વેબસાઇટે ડીજીટલ ઇન્ડીયાની આબરૂ લીધી હોવાનું પણ સામે આવ્યુ છે.

પંચાયત વિભાગ હેઠળની દરેક જીલ્લા અને તાલુકા પંચાયત ઘ્વારા સત્તાવાર વેબસાઇડ મુકાયેલી છે. જેમાં નાગરિકોને પંચાયતના અધિકારી કે કર્મચારીનો સંપર્ક કરવો હોય તો તેની વિગતો સહિતનો નંબર મળી રહે છે. દાંતા તાલુકા પંચાયતની વેબસાઇટમાં દર્શાવેલ તમામ નંબર નાગરિકો ભટકાવી રહયા છે. કેટલાક નંબર ખોટા, કેટલાક નંબરવાળા કર્મચારી નિવૃત્ત, કેટલાક નંબરવાળાની બદલી થઇ ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લા અને તાલુકા પંચાયતની વેબસાઇડ અપડેટ કરવાનું કામ ટેકનીકલ ટીમ કરતી હોય છે. જોકે ડીજીટલ ઇન્ડીયાની વાતો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી વેબસાઇડના નંબરો અપડેટ થયા નથી. સમગ્ર મામલે ઇન્ચાર્જ ટીડીઓએ તપાસ કરાવી લેવાનું કહી ડીજીટલ ઇન્ડીયાની હકીકત ઉપર પડદો પાડી દીધો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code