આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં પાકિસ્તાનથી આવેલા તીડના ટોળા ખેડૂતોના ખેતરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો. તીડો ખેડૂતોના ખેતરોમાં ઇંડા મુકતા હોવાથી તે બીજા હજારો તીડોનો જન્મ આપતા હોય છે જેનાથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થાય છે. તીડના આક્રમણ સામે પગલા લઈ સુઈગામમાં રાહત મળવાની શરૂઆત થઈ છે. સામે વાવ તાલુકામાં તીડનું આક્રમણમાં જોઈએ તેટલી રાહત મળી ન હોવાથી ખેડૂતો મૂંઝાયા છે.

add bjp

તીડ નિયંત્રણ માટે કેન્દ્રની ટીમો અને જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં કેમ્પ કરી તીડ નિયંત્રણની કામગીરી ચાલુ છે. તા. 11 જુલાઇ-2019 સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના લોદ્રાણી, બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સૂઇગામ તાલુકાના મેઘપુરા, સૂઇગામ, પાડણ અને ભરડવા ગામમાં તથા તે વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં કુલ- 400 હેક્ટર વિસ્તારમાં સ્પ્રેથી જંતુનાશક દવા (મેલાથીઓન 96 ટકા યુએલવી) નો છંટકાવ કરવામાં આવ્યો છે. જેનાથી સુઈગામમાં તીડનું નિયંત્રણ કરી શકાયું છે.

ખેડૂતોનું સાંભળ્યા વિના કૃષિમંત્રીએ મરેલા તીડ જોઈ સંતોષ માન્યો

Video:

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ તા.9ના રોજ બનાસકાંઠાના તીડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં અલગ-અલગ ગામોની સ્થાનીક તંત્રના નિર્દેશો મુજબ ઉડતી મુલાકાત લીધી હતી. તંત્રએ કૃષિમંત્રીને કેટલીક જગ્યાના મરેલા તીડ બતાવતાં મંત્રી સાહેબે સંતોષ માની ગાંધીનગર ભેગા થઈ ગયા હતા. વાવ તાલુકાના અસારા જેવા ગામો હજુપણ તીડ પ્રભાવીત છે. ખેડૂતોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, કૃષિ મંત્રી સાથે ખેડૂતોએ વાત કરવાની કોશીષ કરી હતી પરંતુ તેઓને સાંભળ્યા ન હતા.

રણતીડ શું છે ?

jugalji thakor abhinadan add
advertise

રણતીડ એક આંતરરાષ્‍ટ્રીય જીવાત છે અને ખેતીનો જૂનો દુશ્મન છે. રણતીડનો ઉછેર પ્રદેશ તથા હુમલાગ્રસ્ત વિસ્તાર દુનિયાના કેટલાક દેશોમાં પથરાયેલો છે. જે લગભગ ત્રણ કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ ૬૦ દેશો તેના હુમલાગ્રસ્ત પ્રદેશમાં આવી જાય છે. રણતીડનો મુખ્યત્વે ઉછેર યમન, ઓમાન, સાઉદી અરેબીયામાંથી ઇરાન, પાકિસ્તાનના હુમલાગ્રસ્ત વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. જેમાં રાજસ્થાન, ગુજરાત અને પંજાબના અમુક પ્રદેશો મળીને 80,000 ચોરસ માઇલ જેટલો વિસ્તાર તેના ઉછેર પ્રદેશ નીચે આવે છે. ગુજરાતમાં રણતીડનો ઉપદ્રવ છેલ્લે વર્ષ 1993-94માં જોવા મળ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code