તાપી: પૌત્રની સગાઈમાં 6000નું ટોળું એકઠું કરનાર પૂર્વ MLA કાંતિ ગામીતની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિત સામે ગુનો દાખલ થયો છે. પોલીસ સ્ટેશન ખાતે જીતુ ગામિત સામે કોરોનાની ગાઇડલાઇનના ભંગનો ગુનો દાખલ થયો છે. જોકે, બુધવારે બપોર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નહોતી પરંતુ બુધવારે કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે. કાંતિ સાથે તેમના
 
તાપી: પૌત્રની સગાઈમાં 6000નું ટોળું એકઠું કરનાર પૂર્વ MLA કાંતિ ગામીતની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક

તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિત સામે ગુનો દાખલ થયો છે. પોલીસ સ્ટેશન ખાતે જીતુ ગામિત સામે કોરોનાની ગાઇડલાઇનના ભંગનો ગુનો દાખલ થયો છે. જોકે, બુધવારે બપોર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નહોતી પરંતુ બુધવારે કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે.  કાંતિ સાથે તેમના 18 અન્ય સગાઓની પણ ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો છે.

તાપી: પૌત્રની સગાઈમાં 6000નું ટોળું એકઠું કરનાર પૂર્વ MLA કાંતિ ગામીતની ધરપકડ
file photo

તાપી જિલ્લા ખાતે બીજેપીના નેતાના ઘરે યોજાયેલા પ્રસંગના વીડિયો મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. આ મામલે કોર્ટે સરકારને સવાલો પૂછ્યા હતા કે, પ્રસંગમાં આટલી ભીડ ક્યાંથી આવી? અમે આ અંગેનો વીડિયો જોયા છે. સરકારે છ હજારની ભીડ સામે શું પગલાં લીધા? આ મામલે રાજ્ય સરકાર વતી સરકારી વકીલે રજુઆત કરી હતી કે, આ કેસમાં રાજ્ય સરકારના આદેશથી પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે આ મામલે તપાસના પણ આદેશ આપ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાંતિ ગામિતે જણાવ્યું હતું કે, “અમે કોઈને બોલાવ્યા ન હતા. તમામ લોકો જાતે જ આવ્યા હતા. દર વર્ષે તુલસી વિવાહના દિવસે અમે આ રીતે ઉજવણી કરીએ છીએ. આ વખતે મારી પૌત્રીની સગાઈ હતી. અમને કોરોનાની ગાઇડલાઇનનું ભાન હતું. ગામડાઓમાં કોરોના નથી. શહેરમાંથી આવતા લોકો કોરોના લઈને આવે છે. અહીં લોકો માસ્ક પણ નથી પહેરતા.”