TAT પેપર મામલોઃ ફરીથી પરીક્ષા નહીં લેવાયઃ રાજ્ય શિક્ષણ બોર્ડ સેક્રેટરી

અટલ સમાચાર, ગાંધીનગર રવિવારે લેવાયેલી TAT-1ની પરીક્ષામાં જામનગરની સત્યસાંઈ શાળાના કેન્દ્ર પર ગેરરિતી થઈ હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શાળાના સંચાલક સામે ફરિયાદ નોંધવાવામાં આવી છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સૂચનાથી જામનગરના જિલ્લા શિક્ષણઅધિકારીના માધ્યમથી જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાળા સંચાલક સામે શિક્ષણ પરીક્ષા બોર્ડ અને 30 વિદ્યાર્થીઓ સામે
 
TAT પેપર મામલોઃ ફરીથી પરીક્ષા નહીં લેવાયઃ રાજ્ય શિક્ષણ બોર્ડ સેક્રેટરી

અટલ સમાચાર, ગાંધીનગર

રવિવારે લેવાયેલી TAT-1ની પરીક્ષામાં જામનગરની સત્યસાંઈ શાળાના કેન્દ્ર પર ગેરરિતી થઈ હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શાળાના સંચાલક સામે ફરિયાદ નોંધવાવામાં આવી છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સૂચનાથી જામનગરના જિલ્લા શિક્ષણઅધિકારીના માધ્યમથી જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાળા સંચાલક સામે શિક્ષણ પરીક્ષા બોર્ડ અને 30 વિદ્યાર્થીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

આ ઘટના વિશે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં રાજ્ય શિક્ષણ બોર્ડના સેક્રેટરી ધર્મેન્દ્ર સરડવાએ જણાવ્યું હતું કે, જામનગર સેન્ટરના સત્યસાંઈ યુનિટ 5ના બ્લોકનંબર 2માં પેપર પ્લાસ્ટિકની બેગમાં મોકલવામાં આવે છે, તે પ્લાસ્ટિકનું પેકેટ અર્ધ ખુલ્લુ, અને ટેપ લગાડવામાં આવેલું મળી આવ્યું હતું. કેન્દ્રમાં મોકલવામાં આવતા પેપરના બોક્સ શીલ હોય છે. આ પેપર સીસીટીવી કેમેરા હેઠળ, ઑબ્ઝર્વર, સ્થાનિક અધિકારી દ્વારા બોક્સ ખોલી અને પ્લાસ્ટિક બેગ ખોલવાનું હોય છે. આ બેગ ખુલે ત્યારે ખંડના બે વિદ્યાર્થીઓની સહી લેવાય છે. આ પ્રકારની પારદર્શિતા ધરાવતી સિસ્ટમ હોવા છતાં અર્ધ ખુલ્લી બેગ જોવા મળી હતી. પેપર લીક થયું નથી એક વર્ગ ખંડની જ ઘટના છે તેથી ફરીથી પરીક્ષા લેવામાં નહીં આવે.

જામનગરની સત્યસાંઈ શાળાના સ્થળ સંચાલકે આ પેકેટ પોતાન જ શાળાના એક પરીક્ષાર્થીને ફાયદો પહોંચાડવા ખોલ્યુ હોવાની વાત સામે આવી છે. આ ઘટનાને ધ્યાનમાં રાખતા શાળા સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સરડવાએ વધુમાં જણાવ્યું હતું, પરીક્ષા બોર્ડ દ્વારા જામનગર સીટી બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દોષીતો સામે રાજ્ય પરીક્ષા બોર્ડ પર સ્થાનિક કક્ષાના સંચાલક સામે પગલાં લેવાશે. પરીક્ષા રદ્દ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નતી. પેપર લીક રજૂઆત આવી નથી. ગેરરીતિ આચરનાર સામે  કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ કોન્સ્ટેબલનું પેપર લીંક થતા લાખો વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. બાતમાં નવેસરથી આ પરિક્ષા લેવામાં આવી હતી.