બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોની ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો, આચાર્ય તેમજ વહીવટી સ્ટાફ એકબીજાના પરિચયમાં આવે અને એકતા સધાય તે હેતુથી ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકાની સરકારી શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો. જુદા-જુદા તાલુકા મથકોએ લીગ મેચો રમાડવામાં આવી હતી. જેમાં પાલનપુર નજીક
Feb 4, 2019, 18:41 IST

અટલ સમાચાર, પાલનપુર
બનાસકાંઠા જિલ્લા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો, આચાર્ય તેમજ વહીવટી સ્ટાફ એકબીજાના પરિચયમાં આવે અને એકતા સધાય તે હેતુથી ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકાની સરકારી શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો.
જુદા-જુદા તાલુકા મથકોએ લીગ મેચો રમાડવામાં આવી હતી. જેમાં પાલનપુર નજીક જગાણા હેલીપેડ ક્રિકેટ મેદાન ખાતે ફાઈનલ ક્રિકેટ મેચ અને સમાપન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોની અનોખી ટુર્નામેન્ટને પગલે શિક્ષણ આલમમાં ભારે પ્રસંશા થઈ રહી છે.