આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર (રામજી રાયગોર)

બનાસકાંઠાના દાંતા તાલુકાના દીવડી ગામની પ્રાથમિક શાળાની હાલત તબકકાવાર ખરાબ બનતી જાય છે. સિમેન્ટના પતરા તુટતા જતા હોઇ બાળકો માટે શિક્ષણની શાળા જોખમભરી બની હોવાનું સામે આવ્યુ છે. નેતા અને અધિકારીઓના બંગલા ઘડીવારમાં અને લાખોના ખર્ચે રીપેર થવા સામે શિક્ષણનું ધામ નવિન બનાવવા કે રીપેર કરવા તંત્રને સમય અથવા નાણા નથી.

દાંતા તાલુકાની દીવડી પ્રાથમિક શાળા શિક્ષકોના અભાવ વચ્ચે હવે જર્જરીત હોવાનું પણ બહાર આવ્યુ છે. ધોરણ 1 થી 5ના બાળકો જાણે લટકતી તલવાર નીચે અપૂરતુ શિક્ષણ મેળવી રહયા હોવાનું બિલ્ડીંગના ફોટા ઉપરથી સામે આવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાંચ ધોરણ સુધીના બાળકો વચ્ચે એકમાત્ર સંગીતના શિક્ષક ગામનું ભાવિ ઘડી રહયા છે. આ અંગે દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યુ હતુ કે, કુલ ત્રણ પૈકી બે ઓરડાની છત અને દિવાલ અત્યંત જર્જરીત હોવાથી નવિન બનાવવાના છે. જોકે, ચુંટણી હોવાથી ગ્રાન્ટ સહિતના પ્રશ્નને પગલે વિલંબ થયો છે. જયારે શિક્ષકોના મહેકમ અંગે પુછતાં જણાવ્યુ હતુ કે, સંગીતના શિક્ષક સાથે અન્ય એક શિક્ષકને કામગીરી આપેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code