આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

નવી પ્રાઇવેસી પોલિસી પરત લેવામાં આવે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય, ભારત સરકારએ વોટ્સએપના સીઈઓ ને પત્ર લખીને કહ્યુ કે, ભારતીય યૂઝર્સ માટે નવી ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઇવેસી પોલીસને પરત લેવામાં આવે. મંત્રાલયે વોટ્સએપના ગ્લોબલ સીઈઓ વિલ કેથર્ટને પત્ર લખીને યૂઝર્સની સુરક્ષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે યૂઝર્સની સૂચનાની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે, ચેટનો ડેટા બિઝનેસ એકાઉન્ટથી શેર કરવાથી ફેસબુકની અન્ય કંપનીઓને યૂઝર્સ વિશે તમામ માહિતી મળી જશે. તેનાથી તેની સુરક્ષાને ખતરો થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મંત્રાલય પ્રમાણે વોટ્સએપ ‘સ્વીકારો અથવા છોડો’ની નીતિ હેઠળ નવી પોલિસી મનાવવા મજબૂર કરી રહ્યું છે. યૂઝર્સને ઇનકાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. સરકારે વોટ્સએપને સુપ્રીમ કોર્ટના 2017ના ચુકાદામાં આવેલા પ્રાઇવેસી નિયમો વિશે પણ ધ્યાન દોરવ્યું છે. મંત્રાલયે પૂછ્યું કે, એવા સમયે જ્યારે ભારતીય સંસદમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર ચર્ચા ચાલી રહી છે તો વોટ્સએપ આ પોલિસી કેમ લાવ્યું? આ બિલ સંયુક્ત સંસદીય સમિતિની પાસે વિચારણા હેઠળ છે. તેમાં ડેટા માયે ઉપયોગ લિમિટેશનની જોગવાઈ છે. એટલે કે કંપની જે કામ માટે યૂઝર્સનો ડેટા લઈ રહી છે તે માત્ર તે કામ માટે ઉપયોગ કરી શકે છે. તે માટે યૂઝર્સની સહમતિ પણ જરૂરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code