ટેક્નોલોજીઃ જલ્દી આવી રહી છે 100 રૂપિયાની નવી નોટ ન ફાટશે કે ન કપાશે

અટલ સમાચાર, ડેસ્ક 100 રૂપિયાની નવી નોટ ન હવે ફાટશે કે ન કપાશે. જલ્દી જ તમારા હાથમાં 100 રૂપિયાની નવી નોટ આવશે, જેને તમે તમારા પોકેટમાં કેટલા પણ દિવસ રાખશો તો પણ ફાટશે નહિ. પાણીમાં નોટ નાખવા પર પણ નોટ પલળશે નહિ. ભલે ગમે તેટલું વાળી દેશો તો પણ વળશે નહિ. જોવામાં તે એકદમ 100
 
ટેક્નોલોજીઃ જલ્દી આવી રહી છે 100 રૂપિયાની નવી નોટ ન ફાટશે કે ન કપાશે

અટલ સમાચાર, ડેસ્ક

100 રૂપિયાની નવી નોટ ન હવે ફાટશે કે ન કપાશે. જલ્દી જ તમારા હાથમાં 100 રૂપિયાની નવી નોટ આવશે, જેને તમે તમારા પોકેટમાં કેટલા પણ દિવસ રાખશો તો પણ ફાટશે નહિ. પાણીમાં નોટ નાખવા પર પણ નોટ પલળશે નહિ. ભલે ગમે તેટલું વાળી દેશો તો પણ વળશે નહિ. જોવામાં તે એકદમ 100 રૂપિયાની નોટ જેવી જ લાગશે. પરંતુ તેમાં એક ખાસ ફીચર હશે. આ ખાસ ફીચરને કારણે તમે નોટને ગમે તે રીતે તમારા ખિસ્સામાં રાખી શકશો. આશા છે કે, જલ્દી જ પર્પલ કરીને આ નોટ તમને માર્કેટમાં જોવા મળશે. આરબીઆઈએ આવી 1 અરબ નોટ છાપી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માર્કેટમાં પહેલાથી પર્પલ કલરની 100 રૂપિયાની નોટ અવેલેબલ છે. આવામાં નવી નોટ કેમ. કદાચ આ સવાલ તમારા મનમાં ઉભરશે. પરંતુ આરબીઆઈ તેમાં એક ખાસ ફીચર જોડી રહ્યું છે. આ ફીચરવાળા નોટને હાલ પાંચ શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વાર્નિશ થયેલ 100 રૂપિયાની નોટ જાહેર કરશે. આ નોટ રીંગણ કલરની હશે.

સરકારે ભારતીય રિઝર્વ બેંકને પાંચ શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે 100 રૂપિયાના મૂલ્યવાળા એક અરબ વાર્નિશ લાગેલા નોટોની શરૂઆત કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે એક સવાલના જવાબમાં મંગળવારે રાજ્યસભામાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સરકારે સિમલા, જયપુર, ભુવનેશ્વર, મૈસૂર અને કોચીમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે એક અરબ વાર્નિશ લગાલે બેંક નોટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ રીતે બેંક નોટ વધુ લાંબા સમય સુધી ઉપયોગને લાયક રહેશે.