ટેક્નોલોજીઃ ગામડાંમાં થશે કોરોના-ટેસ્ટ, સરકારે લૉન્ચ કરી મોબાઇલ લૅબ

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ટેસ્ટિંગનું કાર્ય ઝડપી બનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને ગુરુવારે એક મોબાઇલ લૅબ લૉન્ચ કરી હતી જે કોરોના ટેસ્ટિંગમાં ઉપયોગી સાબિત થશે.આ લૅબ દ્વારા કોઈ પણ વિસ્તારમાં ટેસ્ટિંગ કરી શકાશે અને આ રીતની એ પ્રથમ લૅબ છે. અટલ સમાચાર
 
ટેક્નોલોજીઃ ગામડાંમાં થશે કોરોના-ટેસ્ટ, સરકારે લૉન્ચ કરી મોબાઇલ લૅબ

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ટેસ્ટિંગનું કાર્ય ઝડપી બનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને ગુરુવારે એક મોબાઇલ લૅબ લૉન્ચ કરી હતી જે કોરોના ટેસ્ટિંગમાં ઉપયોગી સાબિત થશે.આ લૅબ દ્વારા કોઈ પણ વિસ્તારમાં ટેસ્ટિંગ કરી શકાશે અને આ રીતની એ પ્રથમ લૅબ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોબાઇલ લૅબ દ્વારા દરરોજ કોરોના વાઇરસની 25 ટેસ્ટ અને 300 ટેસ્ટ અલગ-અલગ ટેક્નિકથી કરી શકાશે. એ સિવાય ટીબી સાથે સંકળાયેલી કેટલીક ટેસ્ટ પણ કરી શકાશે. મોબાઇલ લૅબને અત્યંત આધુનિક સુવિધા વડે સજ્જ કરવામાં આવી છે. સરકારના કહેવા પ્રમાણે જ્યાં લૅબની સુવિધા નથી એવાં સ્થળોએ એટલે કે ગામડાંઓ અને નગરોમાં આ લૅબનો ઉપયોગ કરવામાં આવશે.

પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું કે ફેબ્રુઆરીમાં આપણા દેશમાં માત્ર એક જ લૅબ હતી, પરંતુ આજે આપણી પાસે 953 લૅબ છે. એમાંથી આશરે 700 જેટલી લૅબ સરકારી છે જેથી દેશમાં કોરોના વાઇરસનું ટેસ્ટિંગ વધારી શકાશે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસની કુલ 63 લાખ જેટલી ટેસ્ટ થઈ ચૂકી છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં આશરે પોણાબે લાખ જેટલી ટેસ્ટ થાય છે.