ટેક્નોલોજી@દેશ: પીટીએમ પેમેન્ટ બેન્કમાં એફડી કરાવવા ગ્રાહકો પાસે હવે બે વિકલ્પો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પેટીએમ પેમેન્ટ્સ બેંક(પીપીબીએલ)માં ગ્રાહકો પાસે હવે એફડી કરવા માટે બે વિકલ્પો હશે. પેટીએમ પેમેન્ટ્સ બેંકે ગ્રાહકોને એફડી સુવિધા પૂરી પાડવા માટે ઈન્ડસઇન્ડ બેંક પછી હવે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે ભાગીદારી કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો હાલમાં પી.પી.બી.એલ ઈન્ડસઇન્ડ બેન્ક સાથે, ગ્રાહકોને ઓછામાં ઓછી 100
 
ટેક્નોલોજી@દેશ: પીટીએમ પેમેન્ટ બેન્કમાં એફડી કરાવવા ગ્રાહકો પાસે હવે બે વિકલ્પો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પેટીએમ પેમેન્ટ્સ બેંક(પીપીબીએલ)માં ગ્રાહકો પાસે હવે એફડી કરવા માટે બે વિકલ્પો હશે. પેટીએમ પેમેન્ટ્સ બેંકે ગ્રાહકોને એફડી સુવિધા પૂરી પાડવા માટે ઈન્ડસઇન્ડ બેંક પછી હવે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે ભાગીદારી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલમાં પી.પી.બી.એલ ઈન્ડસઇન્ડ બેન્ક સાથે, ગ્રાહકોને ઓછામાં ઓછી 100 રૂપિયા સાથે એફડી આપે છે. નવી ભાગીદારી સાથે, પીપીબીએલ મલ્ટિ-પાર્ટનર એફડી સેવા પ્રદાન કરનારી દેશની પ્રથમ પેમેન્ટ બેન્ક બની ગઈ છે. આ સાથે, ગ્રાહકોને બે ભાગીદાર બેંકોમાંથી પસંદગી કરવાની તક મળશે.

પીપીબીએલે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ગ્રાહકો હવે એફડી માટે બંને ભાગીદાર બેંકોની ઓફરની તુલના કરી શકશે. જેમ કે ઓછામાં ઓછુ થાપણ, વ્યાજ દર, એફડીનો સમયગાળો, વગેરે. પી.પી.બી.એલ સમયના પહેલા એફડી તોડવા પર ગ્રાહકો પાસેથી કોઈ પેનલ્ટી નથી વસુલતા એવુ પણ તેમના સ્ટેટમેન્ટમાં ઉમેર્યુ હતુ.