ટેક્નોલોજી@દેશ: વોટ્સએપ પર કોઈએ કર્યા છે બ્લોક ? તો આ રીતે મોકલી શકો છો મેસેજ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ફોટાથી ટેક્સ્ટ બધું મોકલવા માટે વિશ્વની અડધાથી વધુ વસ્તી વોટ્સએપનો ઉપયોગ કરી રહી છે. જો કોઈ કારણસર મિત્ર અથવા કુટુંબના સભ્ય દ્વારા વોટ્સએપ પર બ્લોક કરી દેવામાં આવે, તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને એક ખાસ ટ્રીક વિશે જણાવીશું, જેના દ્વારા તમે સામેના વ્યક્તિને બ્લોક હોવા છતાં મેસેજ
 
ટેક્નોલોજી@દેશ: વોટ્સએપ પર કોઈએ કર્યા છે બ્લોક ? તો આ રીતે મોકલી શકો છો મેસેજ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ફોટાથી ટેક્સ્ટ બધું મોકલવા માટે વિશ્વની અડધાથી વધુ વસ્તી વોટ્સએપનો ઉપયોગ કરી રહી છે. જો કોઈ કારણસર મિત્ર અથવા કુટુંબના સભ્ય દ્વારા વોટ્સએપ પર બ્લોક કરી દેવામાં આવે, તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને એક ખાસ ટ્રીક વિશે જણાવીશું, જેના દ્વારા તમે સામેના વ્યક્તિને બ્લોક હોવા છતાં મેસેજ કરી શકશો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ રીતે મોકલો મેસેજ

વોટ્સએપ પર તમને બ્લોક કરેલ યુઝરને મેસેજ મોકલવા માટે, તમારે પોતાના અને તેના એક કોમન મિત્ર અથવા પરિવારના સભ્યની મદદ લેવી પડશે. જેની પાસે બંનેનો નંબર હોય. તમારે તમારા કોમન મિત્ર અથવા કુટુંબના સભ્યને એક વોટ્સએપ ગ્રુપ બનાવવા માટે કહેવાની જરૂર પડશે. જેમાં તેઓ પોતાને, તમને અને જેણે તમને બ્લોક કર્યા છે તેમને એડ કરશે. આ પછી તમારો કોમન મિત્ર અથવા કુટુંબનો આ ગ્રુપમાંથી નીકળી જશે. હવે તમે અને એ વ્યક્તિ જેણે તમને બ્લોક કર્યા છે તે આ ગ્રુપમાં રહેશે. હવે તમે આ ગ્રુપમાં મેસેજ મોકલી શકો છો અને બ્લોક કરેલા મિત્ર અથવા કુટુંબના સભ્ય સાથે વાત કરી શકો છો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વેબ બીટા ઈન્ફોના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ તેની ડિસ્પેન્સિંગ મેસેજ સુવિધા પર કામ કરી રહ્યું છે. આ સુવિધામાં 7 દિવસના સમયગાળા સાથે 24-કલાકનો વિકલ્પ હશે. આ વિકલ્પ સક્રિય થયા પછી, વપરાશકર્તાઓનો સંદેશ 24 કલાક પછી આપમેળે કાઢી નાખવામાં આવશે. આ સુવિધાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવશે.