ટેક્નોલોજીઃ ટ્રાંજેક્શન ફેલ થયા પછી પૈસા પાછા ના આવે તો કરો આ કામ

અટલ સમાચાર, ડેસ્ક શું તમારી સાથે ક્યારેક તેવું થયું છે કે તમારું ઓનલાઇન ટ્રાંજેક્શન ફેલ ગયું હોય. અને તમારા પૈસા પાછા ન આવ્યા હોય. જો હા તો ચિંતા કરવાની વાત નથી આ સમસ્યા અનેક લોકો સાથે થાય છે. અને આવી ફરિયાદ પણ રોજ બેંક પાસે આવતી હોય છે. પણ આ મામલે હાલમાં થયેલા કેટલા નવા
 
ટેક્નોલોજીઃ ટ્રાંજેક્શન ફેલ થયા પછી પૈસા પાછા ના આવે તો કરો આ કામ

અટલ સમાચાર, ડેસ્ક

શું તમારી સાથે ક્યારેક તેવું થયું છે કે તમારું ઓનલાઇન ટ્રાંજેક્શન ફેલ ગયું હોય. અને તમારા પૈસા પાછા ન આવ્યા હોય. જો હા તો ચિંતા કરવાની વાત નથી આ સમસ્યા અનેક લોકો સાથે થાય છે. અને આવી ફરિયાદ પણ રોજ બેંક પાસે આવતી હોય છે. પણ આ મામલે હાલમાં થયેલા કેટલા નવા નિયમો વિષે તમને ખબર હોવી જોઇએ. જેમ કે ખાતાથી કપાયેલી રકમ જો બેંક તરત નથી પાછા કરતી તો તેને દંડ ચૂકવવાનો વારો આવી શકે છે. ફરિયાદ દાખલ કર્યાના 7 દિવસની અંદર ગ્રાહકના ખાતામાં પૈસા નથી આવતા તો કાર્ડ જાહેર કરતારને બેંક રોજ 100 રૂપિયાના હિસાબે નુક્શાન પેઠે આપવા પડશે. ફેલ ટ્રાંજેક્શન મામલે RBIએ આ નિયમ 29 સપ્ટેમ્બર 2019થી લાગુ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મની કંટ્રોલની ખબર મુજબ આ નિયમો બેંકોની સાથે એનબીએફસી પર પણ લાગુ થાય છે. નિયમ કોમ્યુનિકેશન લિંકના ફેલ થવા પર એટીએમમાં કેશ ના થવા પર અને ટાઇમ ઓઉટ સેશન થવા પર પણ લાગુ થાય છે. એટીએમમાં કાર્ડ ટ્રાંજેક્શન ફેલ થવાના સંબંધમાં RBIએ નિયમો એકદમ સાફ રાખ્યા છે. અન્ય બેંકોના એટીએમમાં પણ ટ્રાંજેક્શન ફેલ થવા પર આ લાગુ થાય છે.

1 જો તમારી બેંકના એટીએમમાં કાર્ડ ઉપયોગ કર્યો હોય અને બીજી બેંકના એટીએમના ખાતાથી પૈસા કપાવા પર જો કેશ ન નીકળે તો કાર્ડ જાહેર કરનારી બેંક પાસે તમારે તરત ફરિયાદ દાખલ કરાવવી જોઇએ. નિયમો મુજબ બેંકો માટે એટીએમ બોક્સ સંબંધિત ઓફિસરનું નામ અને ટેલિફોન નંબર, ટોલ ફ્રી નંબર, હેલ્થ ડેસ્ક નંબર ડિસ્પ્લે કરવો જરૂરી છે. જો ટ્રાંજેક્શન ફેલ થાય તો ખાતાથી પૈસા કટ થાય તો કાર્ડ ઇશ્યૂ કરનાર બેંકોને સાત દિવસની અંદર પૈસા ક્રેડિટ કરવા પડે છે. અને આ દિવસની ગણતરી ફરિયાદ દાખલ થવાની તારીખથી થાય છે.

સાત દિવસોમાં બેંક સમસ્યાનું સમાધાન નથી કરતી તો નિયમ મુજબ મોડું થવા પર રોજનો તેને 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. દંડની રકમ કોઇ શરત વિના ગ્રાહકના ખાતામાં નાંખવાની હોય છે. પછી ભલે ગ્રાહકે ક્લેમ કર્યું હોય કે ના કર્યું હોય. પણ ગ્રાહક આ પૈસાનો હકદાર ત્યારે જ થઇ શકે છે જ્યારે ફેલ થયેલા ટ્રાંજેક્શનની ફરિયાદ 30 દિવસની અંદર કરવામાં આવી હોય.

સમયસર ફરિયાદનો ઉકેલ ન થવા પર ગ્રાહક બેંકના જવાબ મેળવવા માટે 30 દિવસની અંદર બેંકિગ ઓમ્બડ્સમેનથી ફરિયાદ કરી શકે છે. અને તે બેંકના જવાબથી સંતુષ્ટ ના હોય કે બેંક તેને જવાબ નથી આપતી તો ગ્રાહક આ સ્થિતિમાં ઓમ્બડ્સમૈનના દરવાજા ખટખટાઇ શકે છે.