ટેક્નોલોજીઃ પહેલી વાર મુબંઇમાં અધ્યયતન સુવિધાસભર પૉડ હોટલ બનશે

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય રેલ તેના સ્ટેશનો પર પૉડ હોટલ અથવા કેપ્સ્યુલ હોટલ બનાવવાની યોજના ધરાવે છે. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ટ્રાયલ ધોરણે પહેલી પૉડ હોટલ ખોલવાની તૈયારી ચાલી રહી છે. પૉડ હોટલ એ ખરેખર એક હોટલ જેવી રહેવાની જગ્યા છે. તેમાં થોડી જગ્યામાં અનેક બેડ હોય છે, તેને કેપ્સ્યુલ પણ કહેવામાં આવે છે.
 
ટેક્નોલોજીઃ પહેલી વાર મુબંઇમાં અધ્યયતન સુવિધાસભર પૉડ હોટલ બનશે

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય રેલ તેના સ્ટેશનો પર પૉડ હોટલ અથવા કેપ્સ્યુલ હોટલ બનાવવાની યોજના ધરાવે છે. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ટ્રાયલ ધોરણે પહેલી પૉડ હોટલ ખોલવાની તૈયારી ચાલી રહી છે. પૉડ હોટલ એ ખરેખર એક હોટલ જેવી રહેવાની જગ્યા છે. તેમાં થોડી જગ્યામાં અનેક બેડ હોય છે, તેને કેપ્સ્યુલ પણ કહેવામાં આવે છે. આ જગ્યા સૂવા માટે બનાવવામાં આવે છે.પૉડ હોટલની શરૂઆત પ્રથમ જાપાનમાં થઈ હતી. પૉડ હોટલ ખૂબ ઓછા ખર્ચમાં સારી સુવિધાઓ માટે રાત્રી રોકાણ માટે છે. આ તે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જે મોંઘી હોટલોમાં જઈને પૈસા ખર્ચવા માંગતા નથી. આમાં તમને સૂવા માટે જગ્યા આપવામાં આવે છે.

ટેક્નોલોજીઃ પહેલી વાર મુબંઇમાં અધ્યયતન સુવિધાસભર પૉડ હોટલ બનશે
file photo

તેમા એસી, ટીવી, લેપટોપ ચાર્જ કરવાની સુવિધા પણ છે. કર્ટેન્સની મદદથી તમે પ્રાઇવસી પણ રાખી શકો છો. તેમાં 4 થી 6 ફૂટ પહોળી અને 7 થી 8 ફુટ લાંબી જગ્યા હોય છે. તેને રેલવેના એસી વર્ગના ડબ્બાની જેમ ગણી શકાય. પૉડ હોટલની શરૂઆત 1979માં જાપાનના ઓસાકામાં થઈ હતી. ત્યારબાદ તે ચીન, બેલ્જિયમ, આઇસલેન્ડ, હોંગકોંગ, ઇન્ડોનેશિયા અને ભારત સુધી વિસ્તારવામાં આવી. રેલવે જે પૉડ હોટલ બનાવવાની તૈયાર કરી રહી છે તેમાં ફ્રી વાઇ-ફાઇ, બિઝનેસ સેન્ટર, ક્લોક રૂમ, ટોઇલેટ-બાથરૂમ, કોમન એરિયા, લોકર, ટીવી, મિરર, એર ફિલ્ટર, રીડિંગ લાઇટ્સ, મોબાઈલ ચાર્જર જેવી અનેક સુવિધાઓ મળશે.

આઇઆરસીટીસી આવી જગ્યાની શોધમાં છે જે પૉડ હોટલમાં 30-40 રૂમ તૈયાર કરી શકાય. આઈઆરસીટીસી એવા ગ્રાહકો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેઓ સતત મુસાફરી કરે છે. આ માટે નાના મુસાફરી કરનારા લોકોને કોર્પોરેટ સેક્ટરમાં અથવા અભ્યાસ ગ્રૃપને આકર્ષવાની કામગીરી ચાલી રહી છે. પૉડ હોટેલમાં રાત્રિ રોકાણ લગભગ 900 રૂપિયા રાખવામાં આવી શકે છે. સુવિધાઓ અનુસાર આ રકમ વધુ પણ હોઈ શકે છે.