આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

વોટ્સએપ ઉપયોગ કરનારા યૂઝરો માટે ગૂગલ સારા સમાચાર લાવી રહ્યું છે. હવે યૂઝરો ગૂગલ દ્વારા વોટ્સએપ વીડિયો કૉલ અને ઑડિયો કૉલ કરી શકશે. ગૂગલ પહેલેથી જ તેના સહાયક દ્વારા યૂઝર્સોને વોટ્સએપ મેસેજ સુવિધા આપે છે, પરંતુ હવે વીડિયો કૉલ પણ કરી શકાશે.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સોએ ગુગલ સહાયકને આદેશ આપવો પડશે. ઉદાહરણ તરીકે હવે કોન્ટેક્ટ નામ બોલીને વીડિયો કૉલ કરી શકે છે. ગુગલે આ માહિતી તેની બ્લોગ પોસ્ટમાં આપી છે.

પહેલા ગુગલ સહાયક દ્વારા આદેશ આપવા પર બાઇ ડિફોલ્ટ વીડિયો કૉલિંગ માટે Google Duo અને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતું હતુ. આ ઉપરાંત જો ગુગલ સહાયકને ઑડિયો કૉલનો કમાન્ડ આપવામાં આવતો હતો. ફોન કોલિંગ સેવાની મદદ લેતુ હતુ. આ નવું ફિચર આવ્યાં બાદ હવે એવું નહીં થાય. યૂઝર્સને વીડિયો અને ઑડિયો કૉલિંગ માટે વોટ્સએપનો ઓપ્શન મળશે.

swaminarayan

નવી સુવિધા અંગે ગૂગલ આસિસ્ટન્ટના પ્રોડક્ટ મેનેજર ક્રિસે કહ્યું, ‘સહાયક પહેલેથી જ લોકપ્રિય મેસેજિંગ સેવા સાથે કામ કરે છે. આની મદદથી યૂઝર્સ મેસેજ વાંચી અને મોકલી શકશે. જો કે, હવે યૂઝર્સ સહાયક દ્વારા વોટ્સએપની એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા હેન્ડ્સ-ફ્રી ઑડિયો અને વીડિયો કૉલ કરી શકે છે.

બ્લોગમાં કહેવામાં આવ્યું હતું કે એન્ડ્રોઇડ યૂઝર્સને આ સુવિધા મળશે. તે આઇફોન માટે આવશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. WhatsAppમાં આવી રહ્યું છે આ ફિચર તાજેતરમાં જ વોટ્સએપ યૂઝર્સ માટે આવી સુવિધા લાવી રહી છે કે તેઓ વોટ્સએપની થીમ બદલી શકશે. શરૂઆતમાં કંપની અનેક થીમ લાવશે. અત્યાર સુધી યૂઝર્સ ફક્ત ચેટ્સની બેકગ્રાઉન્ડ ઇમેજને બદલી શકતા હતા અને હવે આ ફેરફાર પછી તેઓ થીમ સેટ પણ કરી શકશે.

01 Oct 2020, 3:44 AM (GMT)

COVID-19 Global Stats

34,252,882 Total Cases
1,020,246 Death Cases
25,494,392 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code