આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુગલ પે યુઝર્સ હવે એપ ની અંદર થી જ રોકાણ કરી શકાશે કેમ કે ગુગલ આ એપ ની અંદર જ તેઓ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ને લોન્ચ કરવા ની તૈયારી કરી રહ્યા છે, તેવું આ બાબત વિષે જાણકાર અમુક વ્યક્તિઓ પાસે થી આ પ્રકાર ની જાણકારી મળી હતી. અને આ ગુગલ દ્વારા ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ પગથિયાં ની અંદર પ્રથમ પગથિયું છે.

ગૂગલે અત્યાર થી જ પોતાના એપની ટર્મ અને કન્ડિશન ને આ પ્લાનને લગતી ફેરવી નાખી છે. અને તેના વિષે ઈટી એ જાણી અને ચકાસી લીધું હતું. અને ત્યાર બાદ તેઓએ એ કંપની ને રીસ્પૉટ્સ પણ આપ્યો હતો અને હવે આગળ ગુગલ નો આ બાબત વિષે શું જવાબ આવે છે તેના વિષે ભવિષ્ય માં જાણવા મળશે.

ઇટીએ ગયા વર્ષે મેમાં અહેવાલ આપ્યો હતો કે ફોનપીએ લોંચના પાંચ મહિનાની અંદર ડિજિટલ ગોલ્ડમાં સોદામાં 400% સ્પાઇક જોયું હોવાનું કહેવાય છે, ત્યારબાદ કુલ 250 કિલો સોનું વેચવામાં આવ્યું છે. પેટ્ટએમ તેના પ્લેટફોર્મ દ્વારા વેચવામાં આવતા સોનાના વિશાળ વોલ્યુમની જાણ કરી રહી છે. ઓગસ્ટમાં, કંપનીએ દેશમાં 70% થી વધુ ડિજિટલ ગોલ્ડ માર્કેટને આગળ ધપાવ્યા હતા. અને ત્યાર બાદ આ સેવા ને લઇ ને ગૂગલે પોતાની કન્ડિશન જાહેર કરી હતી જેની અંદર જણાવ્યું હતું કે આ સેવા નો લાભ લેવા માટે ગ્રાહકોએ આપણા દેશ ના કાયદા અનુસાર કેવાયસી ની બધી જ નોર્મ્સ નું પાલન કરવું પડશે. અને આગળ કંપની એ પોતાના ઓફર ટર્મ્સ ની અંદર જણાવ્યું હતું કે “ગુગલ પ્લે પર ગોલ્ડ એકાઉન્ટ ઓપન કર્યા બાદ યુઝર્સ ગુગલ પે ને તેમના વતી તેમના ગોલ્ડ ના ટ્રાન્ઝેક્શન ને એક્સેસ કરવા નું, વાપરવા નું અને તેને સ્ટોર કરવા ની અનુમતિ આપે છે.”

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code