ટેકનોલોજી: આધાર કાર્ડને ઓનલાઈન કેવી રીતે વેરિફાઈ કરી શકાય ?

અટલ સમાચાર,ડેસ્ક નવું બેંક અકાઉન્ટ ખોલાવતી વખતે કે પછી આઈટી રિટર્ન ભરતી વખતે સહિતની વિવિધ સેવાઓમાં તમારે આધારની ડિટેલ આપવી પડે છે. ત્યારે તમારો આધાર નંબર શેર કરો તે પહેલા ચેક કરી લેવું જોઈએ કે તમારો આધાર નંબર એક્ટિવ તો છેને. તમારા આધાર કાર્ડની પુષ્ટિ કરવાની પ્રક્રિયા સાવ સરળ છે જે યૂઆઈડીએઆઈની વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન
 
ટેકનોલોજી: આધાર કાર્ડને ઓનલાઈન કેવી રીતે વેરિફાઈ કરી શકાય ?

અટલ સમાચાર,ડેસ્ક

નવું બેંક અકાઉન્ટ ખોલાવતી વખતે કે પછી આઈટી રિટર્ન ભરતી વખતે સહિતની વિવિધ સેવાઓમાં તમારે આધારની ડિટેલ આપવી પડે છે. ત્યારે તમારો આધાર નંબર શેર કરો તે પહેલા ચેક કરી લેવું જોઈએ કે તમારો આધાર નંબર એક્ટિવ તો છેને. તમારા આધાર કાર્ડની પુષ્ટિ કરવાની પ્રક્રિયા સાવ સરળ છે જે યૂઆઈડીએઆઈની વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન વેરિફાય કરી શકાય છે.

સૌથી પહેલા યૂઆઈડીએઆઈની વેબસાઈટ www.uidai.gov.in પર જાઓ. વેબસાઈટ પર ‘આધાર સેવા’ અંતર્ગત ‘આધાર નંબર વેરિફાઈ કરો’ પર ક્લિક કરો. તમને નવા પેજ પર રિડાયરેક્ટ કરી દેવામાં આવશે. તે પેજ પર તમારે તમારો 12 નંબરનો આધાર નંબર અને કેપ્ચા કોડ જમા કરાવવાનો રહેશે.

જો તમારો આધાર નંબર સક્રિય છે તો વેબસાઈટ એમ જણાવીને પુષ્ટિ કરશે કે તમારો આધાર સક્રિય છે. વેબસાઈટ અન્ય માહિતી પણ દેખાડશે જેમ કે વર્ગ, લિંગ, રાજ્ય, ઉંમર અને મોબાઈલ નંબર સહિતની માહિતી દેખાડશે.

પરંતુ જો વારંવાર પ્રયત્નો કરવા છતા તમારું આધાર વેરિફાઈ કરવામાં અસમર્થ હોવ તેવી સંખ્યામાં વેબસાઈટ તમારી આધાર સંખ્યાને પ્રદર્શિત નહી કરે. એવી સ્થિતિમાં તમારે સહાયક દસ્તાવેજોની સાથે નજીકના નામાંકન કેન્દ્રમાં જવું પડશે. જ્યાં તમારું એડ્રેસ પ્રૂફ જમા કરાવવાનું રહેશે.

તમારા બાયોમેટ્રિક્સને ફરીથી વેરિફાઈ કરી શકાય છે અને ફરી યૂઆઈડીએઆઈ ડેટાબેઝમાં પ્રવેશ કરી શકાય છે. આધાર ડેટાબેઝમાં તમારા બાયોમેટ્રિક્સ અને વિવરણના આ અપડેટ માટે 25 રૂપિયા જીએસટીની કિંમત 18 ટકા હશે.