ટેકનોલોજી: વૉટ્સએપ પર PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરશો ?

અટલ સમાચાર,ડેસ્ક ભારતીય રેલવેએ ઑનલાઈન ટ્રાવેલ વેબસાઈટ માય ટ્રિપની સાથે એક કરાર કર્યો છે. જેનાથી હવે કોઈપણ ટ્રેનનું રનિંગ સ્ટેટસ અને પીએનઆર સ્ટેટસ વિશે વૉટ્સએપમાં જ માહિતી મેળવી શકશે. આવી રીતે જાણી શકશો. ટ્રેનનું લાઈવ સ્ટેટસ વૉટ્સએપ પર તમારો PNR અને લાઈવ સ્ટેટસ ચેક કરવા માટે મેક માય ટ્રિપના ઑફિશિયલ વૉટ્સએપ નંબર 7349389104ને તમારા ફોનમાં
 
ટેકનોલોજી: વૉટ્સએપ પર PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરશો ?

અટલ સમાચાર,ડેસ્ક

ભારતીય રેલવેએ ઑનલાઈન ટ્રાવેલ વેબસાઈટ માય ટ્રિપની સાથે એક કરાર કર્યો છે. જેનાથી હવે કોઈપણ ટ્રેનનું રનિંગ સ્ટેટસ અને પીએનઆર સ્ટેટસ વિશે વૉટ્સએપમાં જ માહિતી મેળવી શકશે.

આવી રીતે જાણી શકશો.

ટ્રેનનું લાઈવ સ્ટેટસ વૉટ્સએપ પર તમારો PNR અને લાઈવ સ્ટેટસ ચેક કરવા માટે મેક માય ટ્રિપના ઑફિશિયલ વૉટ્સએપ નંબર 7349389104ને તમારા ફોનમાં સેવ કરવો પડશે. સાથે જ તમારા સ્માર્ટફોનમાં વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પણ ઈન્સ્ટોલ કરવું.

વૉટ્સએપ પર મળશે જાણકારી

મેક માય ટ્રિપના નંબર 7349389104ને સેવ કર્યા બાદ વૉટ્સએપ ખોલો અને સેવ કરેલ કૉન્ટેક્ટને સર્ચ કરો. કૉન્ટેક્ટને ટેપ કરી ચેટ વિન્ડો ખોલો. ટ્રેનનું લાઈવ સ્ટેટસ ચેક કરવા માટે ટ્રેનનો નંબર મોકલો. પીએનઆર સ્ટેટસ ચેક કરવા માટે પીએનઆર નંબર મોકલવાનો રહેશે જે બાદ મેક માય ટ્રિપ ટ્રેન કે પીએનઆર સ્ટેટસ મોકલી દેશે.