આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

આવકવેરા (Income Tax) એ તમામ ટેક્સપેયર્સને એલર્ટ કર્યા છે. આવકવેરા વિભાગે લોકોને રિફંડ વિશે આવી રહેલા ફેક મેસેજ વિશે સાવધાન કર્યા છે અને લોકોને આવા મેસેજથી એલર્ટ રહેવાની સલાહ આપી છે. ફેક ટેક્સ રિફંડ મેસેજોથી બચવા માટે બેંકે તમામ કરદાતાઓને એલર્ટ કર્યા છે. ટેક્સપેયર્સની એક નાની ભૂલ તેમના ખાતાને ખાલી કરી શકે છે. આવકવેરા વિભાગે લોકોને વિનંતી કરી છે કે તેઓ કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી જેમ કે તેમના બેંક એકાઉન્ટ, પિન (PIN) અથવા ઓટીપી (OTP), પાસવર્ડ (Password) ને શેર ન કરો. તેમણે સલાહ આપી છે કે તમારી નાણાકીય માહિતી કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ સાથે શેર કરશો નહીં. આવકવેરા વિભાગે આ વિશે તમામ નોંધાયેલા કરદાતાઓને એસએમએસ અને ઇમેઇલ દ્વારા માહિતી મોકલી છે.

આવામાં આવકવેરા વિભાગે લોકોને ફિશીંગ ઈ-મેલથી બચવાની સલાહ આપી છે. વિભાગે ફિશીંગ ઈ-મેલની ઓળખાણ વિશેની માહિતી આપી છે અને ફિશીંગ દ્વારા મોકલાયેલ ઈ-મેલનું ડોમેન નેમ ધ્યાનથી તપાસો. ફેક ઈ-મેલમાં સ્પેલિંગની ભૂલો હોય છે અને આવકવેરા વિભાગની વેબસાઇટના ખોટા સાઉન્ડિંગ વેરિયન્ટ્સ હોય છે. આવકવેરા વિભાગે લોકોને આવા મેઇલ સાથેની લિંક ન ખોલવાની સલાહ આપી છે. મેલમાં મોકલેલી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. ભૂલથી પણ લિંક ખોલ્યા પછી તમારા બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની વિગતો ભરશો નહીં.

23 Oct 2020, 2:02 AM (GMT)

COVID-19 Global Stats

42,126,513 Total Cases
1,144,514 Death Cases
31,246,245 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code