ટેક્નોલોજી@કાંકરેજ: કોરોનામાં વિચાર દોડાવ્યો, પાણીપુરીનું ATM મશીન બનાવ્યું

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકાના ગામના યુવાને પાણીપુરીનું આધુનિક ટેક્નોલોજીવાળુ મશીન બનાવ્યુ છે. જેમાં એટીએમ મશીનની માફક સુવિધાઓ હોવાનું સામે આવ્યુ છે. પૈસા નાંખતાથી સાથે જ પાણીપુરી બહાર આવતી હોઇ સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ સહિતની અનેક કાળજીઓનું પાલન થતું હોવાનું વિડીયો આધારે સામે આવ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોની મહેનત બાદ યુવકે
 
ટેક્નોલોજી@કાંકરેજ: કોરોનામાં વિચાર દોડાવ્યો, પાણીપુરીનું ATM મશીન બનાવ્યું

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકાના ગામના યુવાને પાણીપુરીનું આધુનિક ટેક્નોલોજીવાળુ મશીન બનાવ્યુ છે. જેમાં એટીએમ મશીનની માફક સુવિધાઓ હોવાનું સામે આવ્યુ છે. પૈસા નાંખતાથી સાથે જ પાણીપુરી બહાર આવતી હોઇ સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ સહિતની અનેક કાળજીઓનું પાલન થતું હોવાનું વિડીયો આધારે સામે આવ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોની મહેનત બાદ યુવકે પૈસા નાંખી પાણીપુરી બહાર આવે તેવું મશીન બનાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના રવિયા ગામના યુવકે પાણીપુરીના વ્યવસાયમાં આમૂલ પરિવર્તન કરતી મશીનરી ઉભી કરી છે. લારીઓ પર પાણીપુરી બનાવીને આપતાં ધંધાર્થીઓની હરીફાઇમાં નવી ટેક્નોલોજીનું સર્જન કર્યુ છે. ભરત પ્રજાપતિ નામના યુવકે ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરી વ્યવસાયમાં મગજ દોડાવી રાખ્યુ છે. જેમાં કોરોના મહામારી વચ્ચે પૈસા નાંખો અને પાણીપુરી ખાઓ તે પધ્ધતિએ મશીન બનાવ્યુ છે. જેમાં એટીએમની જેમ કાર્ડને બદલે પૈસા નાંખીએ તો પાણીપુરી બહાર આવે છે. જેનાથી સ્વચ્છતાનો સૌથી મોટો લાભ મળે છે.