ટેક્નોલોજીઃ હવે કેબલ વગર તમારો મોબાઇલ હરતા ફરતા ચાર્જ થઇ જશે

અટલ સમાચાર, ડેસ્ક ખૂબ જલદી એક નવી ટેક્નોલોજી આવવાની છે. તેને Air Charge Technology કહેવામાં આવી રહી છે. તેની ખાસિયત એ છે કે તમે એક સિમિત અંતર પર ચાર્જિંગ વાયર અથવા ડોક લગાવ્યા વિના મોબાઇલ ચાર્જ કરી શકશો. આ હવામાં જ મોબાઇલ ચાર્જ કરી દેશે. ચીની મોબાઇલ નિર્માતા કંપની શાઓમીએ પોતાના તાજેતરના બ્લોગમાં MI Air
 
ટેક્નોલોજીઃ હવે કેબલ વગર તમારો મોબાઇલ હરતા ફરતા ચાર્જ થઇ જશે

અટલ સમાચાર, ડેસ્ક

ખૂબ જલદી એક નવી ટેક્નોલોજી આવવાની છે. તેને Air Charge Technology કહેવામાં આવી રહી છે. તેની ખાસિયત એ છે કે તમે એક સિમિત અંતર પર ચાર્જિંગ વાયર અથવા ડોક લગાવ્યા વિના મોબાઇલ ચાર્જ કરી શકશો. આ હવામાં જ મોબાઇલ ચાર્જ કરી દેશે. ચીની મોબાઇલ નિર્માતા કંપની શાઓમીએ પોતાના તાજેતરના બ્લોગમાં MI Air Charge Technology નો ખુલાસો કર્યો છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે આ ટેક્નોલોજીમાં Space positioning અને Energy Transmission નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 5 Phase વાળા એન્ટીનાની મદદથી ઓબાઇલ ફોનને ડિટેક્ટ કરવામાં આવે છે. Beamforming દ્રારા સંપર્કમાં આવતાં જ મોબાઇલની બેટરી ચાર્જ થવા લાગે છે.

શાઓમીની સત્તાવાર વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં એક યૂપીએસના આકારનું ડોક લગાવવું પડશે. આ ડોક વડે ચાર્જિંગ માટે સિગ્નલ મોકલવામાં આવે છે. મોબાઇલ ફોન સંપર્કમાં આવતાં જ આપમેળે ચાર્જ થવા લાગે છે. તમને જણાવી દઇએ કે Apple એ તાજેતરમાં જ પોતાના નવા iPhone 12 સાથે વાયરલેસ ચાર્જિંગને ઇંટ્રોડ્યૂસ કર્યું છે. જોકે આ ટેક્નોલોજીમાં એક ડોક આપવામં આવી રહ્યું છે. મોબાઇલને આ ડોકમાં રાખતાં જ ચાજિંગ થઇ જાય છે.