ટેકનોલોજીઃ જાપાનીઝ ઈલેક્ટ્રોનિક્સ કંપનીએ ઊડતી કારનું નિર્માણ કર્યું

અટલ સમાચાર, ડેસ્ક જાપાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની એનઈસી કોર્પે પોતાની પહેલી ઊડતી કારની પહેલી ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરી. પરીક્ષણ દરમિયાન આ કાર 10 ફૂટની ઉંચાઈ સુધી ઉડી હતી. લગભગ એક મિનિટ સુધી હવામાં એક જગ્યા પર ઊભી રહી હતી. આ ફ્લાઇંગ કાર પહેલી નજરે મોટી સાઈઝના ડ્રોન જેવી લાગે છે. તેમાં ચાર પંખા લગાવવામાં આવ્યા
 
ટેકનોલોજીઃ જાપાનીઝ ઈલેક્ટ્રોનિક્સ કંપનીએ ઊડતી કારનું નિર્માણ કર્યું

અટલ સમાચાર, ડેસ્ક

જાપાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની એનઈસી કોર્પે પોતાની પહેલી ઊડતી કારની પહેલી ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરી. પરીક્ષણ દરમિયાન આ કાર 10 ફૂટની ઉંચાઈ સુધી ઉડી હતી. લગભગ એક મિનિટ સુધી હવામાં એક જગ્યા પર ઊભી રહી હતી. આ ફ્લાઇંગ કાર પહેલી નજરે મોટી સાઈઝના ડ્રોન જેવી લાગે છે. તેમાં ચાર પંખા લગાવવામાં આવ્યા છે. એનઈસીએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પરીક્ષણ એક પિંજરામાં કર્યું હતું.

આ પ્રકારના પ્રોજેક્ટ્સ સમગ્ર વિશ્વમાં સામે આવી રહ્યા છે. અમેરિકામાં ઉબર પણ એર ટેક્સી પર કામ કરી રહી છે. દુબઇ, સિંગાપોર અને ન્યુઝીલેન્ડ પણ ઉડતી કાર પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા છે. એનઈસી પ્રોજેક્ટના લીડર કૌઝી ઓકાડાએ જણાવ્યું કે, જાપાન વધારે વસ્તી ધરાવતો દેશ છે, જેના કારણે અહીંના રસ્તાઓ પર ટ્રાફિકજામની સમસ્યા વધારે રહે છે. એવી સ્થિતિમાં આ ફ્લાઈંગ કારથી લોકોને ટ્રાફિકજામની સમસ્યાથી રાહત મળશે.

એનઈસી પ્રોજેક્ટના લીડર કૌઝી ઓકાડાએ જણાવ્યું કે, જો કે કંપની એનઈસી ઉડતી કાર નથી બનાવવાની તેના બદલે પ્રોજેક્ટ પાર્ટનર કાર્ટીવેટર 2026માં ટ્રાન્સપોર્ટેશન મશીનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરશે તેવું સ્ટાર્ટઅપના સહ-સ્થાપક, ટોમોહિરો ફુકુઝાવાએ જણાવ્યું હતું. જાપાનની સરકાર ઈચ્છે છે કે ઇલેક્ટ્રિક કાર્સ અને રાઇડ-હિલિંગ સેવાઓ જેવી ટેક્નોલજી બાદ હવે ફ્લાઈંગ કાર બનાવવામાં પ્રગતિ કરે.