ટેક્નોલોજીઃ સર્ચ એન્જિન ગૂગલનો આજે 23 મો જન્મદિવસ, જાણો તેના સાથે જોડાયેલી ખાસ વાતો

અટલ સમાચાર, ડેસ્ક સર્ચ એન્જિન ગૂગલ આજે તેનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે ગૂગલે એક અદભૂત ડૂડલ બનાવ્યું છે. ડૂડલમાં બતાવવામાં આવેલી કેક પર 23 લખેલું છે, આ સાથે જ મીણબત્તીની ડિઝાઈન સાથે પણ તેને સુંદરતા આપવામાં આવી છે. ઈન્ટરનેટ સર્ચ એન્જિન તરીકે, ગૂગલ આજે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે.
 
ટેક્નોલોજીઃ સર્ચ એન્જિન ગૂગલનો આજે 23 મો જન્મદિવસ, જાણો તેના સાથે જોડાયેલી ખાસ વાતો

અટલ સમાચાર, ડેસ્ક

 

સર્ચ એન્જિન ગૂગલ આજે તેનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે ગૂગલે એક અદભૂત ડૂડલ બનાવ્યું છે. ડૂડલમાં બતાવવામાં આવેલી કેક પર 23 લખેલું છે, આ સાથે જ મીણબત્તીની ડિઝાઈન સાથે પણ તેને સુંદરતા આપવામાં આવી છે. ઈન્ટરનેટ સર્ચ એન્જિન તરીકે, ગૂગલ આજે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ વિશે માહિતી મેળવવાની જરૂર હોય ત્યારે તે ગૂગલ દ્વારા જ સર્ચ કરે છે. લગભગ દરેક પ્રશ્ન અને માહિતી ગૂગલ પાસે જોવા મળે છે. ચાલો જાણીએ ગૂગલના જન્મદિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો..

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ગૂગલની શોધ વર્ષ 1998માં કરવામાં આવી હતી. તે વાસ્તવમાં એક સંશોધન પ્રોજેક્ટ તરીકે શરૂ થયુ હતું. લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનએ Google.stanford.edu એડ્રેસ સાથે ઈન્ટરનેટ સર્ચ એન્જિન બનાવ્યું હતું. લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને સત્તાવાર રીતે લોન્ચ થયા પહેલા તેને ‘બેકરૂબ’ નામ આપ્યું હતું. જે બાદમાં ગૂગલ કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ‘અમે અમારી સિસ્ટમનું નામ ગૂગલ રાખ્યું છે, કારણ કે તે 10100 અથવા ગૂગોલની સામાન્ય જોડણી છે અને તે મોટા પાયે સર્ચ એન્જિન બનાવવાના અમારા લક્ષ્‍યને બંધબેસે છે.’

Google.com ડોમેન 15 સપ્ટેમ્બર, 1995 ના રોજ નોંધાયેલું હતું, પરંતુ ગૂગલ 4 સપ્ટેમ્બર, 1998 ના રોજ એક કંપની તરીકે નોંધાયેલું હતું. આ સાથે 27 સપ્ટેમ્બરના રોજ ગૂગલ સર્ચ એન્જિન પર રેકોર્ડ સંખ્યામાં પૃષ્ઠો શોધવામાં આવ્યા હતા, ત્યારથી આ દિવસે ગૂગલનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આજે તમે ગૂગલ દ્વારા 100 થી વધુ ભાષાઓમાં સર્ચ કરી શકો છો. સર્ચ એન્જિન ગૂગલનો ઉપયોગ લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઇલમાં થાય છે.