ટેક્નોલોજી: વોટ્સએપે બ્લોગમાં લખ્યું, નવી પ્રાઈવેસી પોલીસી હાલ પુરતી સ્થગિત

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક વોટ્સએપ અપડેટને લઈને વિવાદ વકરતાં કંપનીએ પોતાનો પ્લાન હાલ પુરતો મોકુફ રાખ્યો છે. 8મી ફેબ્રુઆરી સુધી તમામ WhatsApp યુઝર્સે અનિવાર્ય રીતે આ નવા અપડેટ સ્વિકારવાનુ નક્કી કરાયુ હતુ. કંપનીએ આ નિર્ણયને સ્થગિત કરતા જણાવ્યું હતુ કે, નવી પોલીસીને લઈ ભ્રામક ખબરો ફેલાઈ હતી, જેથી અમે આ નિર્ણયને હાલ પુરતો સ્થગિત કરીયે
 
ટેક્નોલોજી: વોટ્સએપે બ્લોગમાં લખ્યું, નવી પ્રાઈવેસી પોલીસી હાલ પુરતી સ્થગિત

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

વોટ્સએપ અપડેટને લઈને વિવાદ વકરતાં કંપનીએ પોતાનો પ્લાન હાલ પુરતો મોકુફ રાખ્યો છે. 8મી ફેબ્રુઆરી સુધી તમામ WhatsApp યુઝર્સે અનિવાર્ય રીતે આ નવા અપડેટ  સ્વિકારવાનુ નક્કી કરાયુ હતુ. કંપનીએ આ નિર્ણયને સ્થગિત કરતા જણાવ્યું હતુ કે, નવી પોલીસીને લઈ ભ્રામક ખબરો ફેલાઈ હતી, જેથી અમે આ નિર્ણયને હાલ પુરતો સ્થગિત કરીયે છીયે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

WhatsApp એ તેમના બ્લોગમાં જણાવ્યું હતુ કે, અમારા લેટેસ્ટ અપડેટને લઈને ઘણો ભ્રમ ફેલાયો છે. આ અપડેટ ફેસબુકની સાથે ડેટા શેર કરવાની અમારી ક્ષમતાનો વિસ્તાર નહી કરે. આ પહેલા પણ WhatsAppએ જાહેરાત કરી હતી કે, અમે યુઝર્સના ખાનગી મેસેજ નથી જોઈ શકતા તથા કોલ પણ નથી સાંભળી શકતા અને ફેસબુક પણ આવુ નથી કરી શકતુ.

સમગ્ર મામલે WhatsApp તરફથી કહેવાયુ છે કે, અમે તમારા દ્વારા શેયર કરાયેલ લોકેશન પણ નથી જોઈ શકતા અને ફેસબુક પણ એવુ નથી કરી શકતુ. WhatsApp યુઝર્સોને જણાવાયુ હતુ કે, તેમના ડેટાને ફેસબુકના અન્ય ઉત્પાદકો તથા સેવાઓમાં જોડવામાં આવ્યા છે જેથી યુઝર્સોને ભવિષ્યમાં ગુણવત્તાયુક્ત સુવીધાઓ મળતી રહે. નવા અપડેટ બાદ મીત્રો તથા પરીવાર સાથે કરેલી ખાનગી વાતચીત પર અસર નહી પડે. આ વિવાદ બાદ ભારત સરકાર પણ કંપનીની ગોપનીયતાની નીતીમાં બદલાવની સમીક્ષા કરી રહી હતી.