ટેકનોલોજી: ફેક ન્યુઝ રોકવા માટે વોટ્સએપનું ‘અપકમિંગ’ ફોર્વર્ડેડ મેસેજીસ પ્લાન

અટલ સમાચાર,ડેસ્ક વોટ્સએપ પર ફેક ન્યુઝને રોકવા માટેની તેમની મુહિમની અંદર વોટ્સએપ ટૂંક સમયની અંદર 2 નવા ફીચર્સ ને લોન્ચ કરવા જય રહ્યું છે. જેને ફોર્વર્ડેડ મેસેજીસ માટે બનાવવામાં આવેલ છે, જેની અંદર તમે જાણી શકશો કે તે મેસજેને કેટલી વખતે ફોરવર્ડ કરવામાં આવેલ છે. વોટ્સએપ ટૂંક સમયમાં બે નવા ફીચર્સને લોન્ચ કરવા જઇ રહ્યું
 
ટેકનોલોજી: ફેક ન્યુઝ રોકવા માટે વોટ્સએપનું ‘અપકમિંગ’ ફોર્વર્ડેડ મેસેજીસ પ્લાન

અટલ સમાચાર,ડેસ્ક

વોટ્સએપ પર ફેક ન્યુઝને રોકવા માટેની તેમની મુહિમની અંદર વોટ્સએપ ટૂંક સમયની અંદર 2 નવા ફીચર્સ ને લોન્ચ કરવા જય રહ્યું છે. જેને ફોર્વર્ડેડ મેસેજીસ માટે બનાવવામાં આવેલ છે, જેની અંદર તમે જાણી શકશો કે તે મેસજેને કેટલી વખતે ફોરવર્ડ કરવામાં આવેલ છે.

વોટ્સએપ ટૂંક સમયમાં બે નવા ફીચર્સને લોન્ચ કરવા જઇ રહ્યું છેફ અને તેના નામ ‘ફોરવર્ડિંગ ઇન્ફો’ અને ફ્રીક્વન્ટલી ફોરવર્ડ’ રાખવામાં આવેલ છે. અને ;ફોરવર્ડિંગ ઇન્ફો’ ને મેસેજ ઇન્ફો ના ટેબ ની અંદર આપવા માં આવશે, અને તે જગ્યા પર યુઝર્સ તે પણ જોઈ શકશે કે આ મેસજેને કેટલી વખત ફોરવર્ડ કરવા માં આવેલ છે. વેબેફિલિઓના રિપોર્ટ અનુસાર આ ફીચર માટે સેન્ટ કરેલા મેસેજીસ પર જ જોવા મળશે. કેમ કે યુઝર્સ મેસેજ ઇન્ફોની અંદર ત્યારે જ જોઈ શકે છે જયારે તે મેસેજ તેઓ એ ખુદએ સેન્ટ કર્યો હોઈ તેથી જો તમે કોઈ મેસેજ ને કેટલી વખત ફોરવર્ડ કરવા માં આવ્યો છે તેના વિષે જાણવા માંગો છો તો તમારે તે મેસેજ ને ફરી એક વખત ફોરવર્ડ કરી અને મેસેજ ઇન્ફો ની અંદર જઇ અને જોવું પડશે. અને આ ફીચર ની સાથે સાથે વોટ્સએપ બીજું પણ એક ફીચર ને લોન્ચ કરવા જય રહ્યું છે જેનું નામ ‘ફ્રીક્વન્ટલી ફોરવર્ડ રાખવા માં આવેલ છે. એવા મેસેજીસ માટે કે જેને 4 કરતા વધુ વખત ફોરવર્ડ કરવા માં આવેલ છે. અને જો કોઈ પણ મેસેજીસ ફ્રીક્વન્ટલી ફોરવર્ડ ના ટેગ સાથે આવે છે તેવા સન્જોગો ની અંદર ‘ફોરવર્ડિંગ ઇન્ફો’ નું ફીચર કામ નથી કરતું. અને તેનો અર્થ એવો થાય છે કે એવા સન્જોગો ની અંદર તમારે માની લેવું પડશે કે તે મેસજે ને ઓછા માં ઓછું 5 વખત ફોરવર્ડ કરવા માં આવેલ છે. અને આ બંને ફીચર ને અત્યાર ઉપલબ્ધ નથી કરવા માં આવ્યા. પરંતુ બંને ફીચર ને ખુબ જ ટૂંક સમય ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે તેવું માનવા માં આવી રહ્યું છે.