ટેક્નોલોજીઃ કોમ્પ્યુટરની કીબોર્ડ કેમ લાઇનમાં હોતી નથી? વધુ જાણો

અટલ સમાચાર, ડેસ્ક ચાર્લ્સ બેબેજ નામના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી પ્રોફેસરે19 મી સદીમાં કોમ્પ્યુટરની શોધ કરી હતી. તેથી તેને કોમ્પ્યુટરનો પિતા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ કોમ્પ્યુટરમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યાં છે. કોમ્પ્યુટરના કીબોર્ડ પર તમારી આંગળીઓ જેટલી ઝડપથી ચાલે છે એટલી જ તેજીથી વિશ્વમાં માહિતીનું વિનિમય થાય છ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડ
 
ટેક્નોલોજીઃ  કોમ્પ્યુટરની કીબોર્ડ કેમ લાઇનમાં હોતી નથી? વધુ જાણો

અટલ સમાચાર, ડેસ્ક

ચાર્લ્સ બેબેજ નામના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી પ્રોફેસરે19 મી સદીમાં કોમ્પ્યુટરની શોધ કરી હતી. તેથી તેને કોમ્પ્યુટરનો પિતા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ કોમ્પ્યુટરમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યાં છે. કોમ્પ્યુટરના કીબોર્ડ પર તમારી આંગળીઓ જેટલી ઝડપથી ચાલે છે એટલી જ તેજીથી વિશ્વમાં માહિતીનું વિનિમય થાય છ.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડ પર તમામ અક્ષરો શા માટે ક્રમમાં નથી? જાણો કે શા માટે કીબોર્ડનાં તમામ અક્ષરો ઉપર અને નીચે લાગેલા હોય છે? કીબોર્ડનો ઉપયોગ લગભગ આપણે દરરોજ કરીએ છીએ. ઓફિસમાં હોય કે ઘરે, કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ. કીબોર્ડ અને મોબાઈલ કીપેડમાં શરુઆતી અક્ષરો ક્વાર્ટી (QWERTY) થી શરૂ થાય છે. ક્રિસ્ટોફર શોલ્સે ક્વાર્ટિની રચના કરી. 1874માં આવેલા ટાઇપરાઇટર શબ્દોનો ઉપયોગ આ જ રીતે થઇ રહ્યો હતો. ત્યારબાદ તે રેમિંગ્ટન -1 ના નામથી જાણીતું હતું.

જ્યારે શોલ્સ શબ્દોની પદ્ધતિ અને ક્રમને નિર્ધારિત કરી રહ્યા હતા, ત્યારે તેઓએ જોયું કે જ્યારે ક્રમને સીધો રાખવામાં આવ્યો ત્યારે બટનમાં જામ થઈ રહ્યુ હતુ અને એક બાદ એક બટન હોવાને કારણે તેને દબાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.તે સમયે ટાઇપરાઇટરમાં બેક સ્પેસ બટન નહોતું. આથી જ કીબોર્ડમાં QWERTY શબ્દોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેથી ટાઇપ કરવાનું સરળ બને.