ટેક્નોલોજીઃ ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, 4000 કિમી સુધીનો ટાર્ગેટ

આ પરીક્ષણ લગભગ સાંજે 7.30 વાગ્યે કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતની "વિશ્વસનીય લઘુત્તમ અવરોધ"ની નીતિને પુનઃપુષ્ટ કરે છે.
 
મિસાઇલ

અટલ સમાચાર, ડેસ્ક


ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. સોમવારે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનું સફળ પરીક્ષણ દેશની સૈન્ય ક્ષમતામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

સંરક્ષણ મંત્રાલયે એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષણ લગભગ સાંજે 7.30 વાગ્યે કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતની "વિશ્વસનીય લઘુત્તમ અવરોધ"ની નીતિને પુનઃપુષ્ટ કરે છે.
 

મંત્રાલયે જણાવ્યું હતું કે, "મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું."મંત્રાલયે કહ્યું કે પરીક્ષણે તમામ ઓપરેશનલ પરિમાણો તેમજ સિસ્ટમની વિશ્વસનીયતા સાબિત કરી છે. "સફળ પરીક્ષણ ભારતની 'વિશ્વસનીય લઘુત્તમ પ્રતિકાર' ક્ષમતા ધરાવતી નીતિને પુનઃપુષ્ટ કરે છે," નિવેદનમાં જણાવાયું છે.

 
 

તમને જણાવી દઈએ કે અગ્નિ 4 ભવિષ્યમાં ભારતીય સેનાને વધુ તાકાત આપશે. આ બેલેસ્ટિક મિસાઈલનું કુલ વજન 17000 કિલોગ્રામ છે અને તેની કુલ લંબાઈ 20 મીટર છે. અગ્નિ-4 પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે અને તે 900 કિમીની ઉંચાઈ સુધી ઉડી શકે છે.