ટેક્નોલોજીઃ કેન્દ્રીય કેબિનેટે 5G સ્પેક્ટ્રમને મંજૂરી આપી દીધી, આ મહિનાથી સેવા શરૂ કરાશે

5જી સેવાઓ જલદી શરૂ કરવામાં આવશે. 4જીથી કરતા 10ગણી ઝડપી 72 ગીગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમની 20 વર્ષના સમયગાળા માટે હરાજી કરાશે. 

 
Mobile-Phone_1

 અટલ સમાચાર, ડેસ્ક


ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે આ માટે મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ મુજબ હરાજીમાં સફળ રહેનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5જી સર્વિસ ઉપલબ્ધ કરાવી શકે છે. 8 જુલાઈથી 5જી સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને 26 જુલાઈથી હરાજી શરૂ થશે. સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર મહિનાથી 5જી સેવા શરૂ કરવાનો છે. 

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ માટે બિઝનેસ માટેના ખર્ચને ઓછો કરવા માટે આઈએમટી/5જી સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી. 5જી સેવાઓ જલદી શરૂ કરવામાં આવશે. 4જીથી કરતા 10ગણી ઝડપી 72 ગીગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમની 20 વર્ષના સમયગાળા માટે હરાજી કરાશે. 


તેમણે વધુમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝન સાથે આગળ વધતા આજે BharatKa5G સ્પેક્ટ્રમની જાહેરાત કરાઈ. સપ્ટેમ્બર 2021માં દૂરસંચાર સુધારાને અનુરૂપ, આગામી હરાજીમાં પ્રાપ્ત સ્પેક્ટ્રમ પર શૂન્ય SUC સતત દૂરસંચાર સુધાર, વિકાસ અને ખાનગી કેપ્ટિવ નેટવર્કની સ્થાપનાને સક્ષમ કરાશે.