સાવધાનઃ સરકારે Google Chrome અને Mozilla બ્રાઉઝર્સને લઈ ઉચ્ચ સ્તરીય ચેતવણી જારી કરી

CERT-In અનુસાર, મોઝિલા અને ક્રોમ બ્રાઉઝર પર આ બગ્સને કારણે, ડિનાયલ ઑફ સર્વિસ (DoS) એટેકનું જોખમ રહેલું છે. આ હુમલામાં યુઝર તેમની માહિતીને એક્સેસ કરી શકતો નથી, જ્યારે હેકર પાસે યુઝર્સના ઈ-મેલ આઈડી, વેબસાઈટ અને અન્ય એકાઉન્ટની માહિતી હોય છે.

 
Phone_1

અટલ સમાચાર, ડેસ્ક

CERT-In મુજબ, 96.0.4664.209 પહેલાના ક્રોમ બ્રાઉઝરના વર્ઝનમાં અનેક બગ્સ છે જેનો હેકર્સ લાભ લઈ શકે છે. આ બગ્સની ઓળખ Google દ્વારા CVE-2021-43527, CVE-2022-1489, CVE-2022-1633, CVE-202-1636, CVE-2022-1859, CVE-2022-1867 અને CVE-2020-1867 અને CVE23203-3 તરીકે કરવામાં આવી છે.CERT-In એ કહ્યું છે કે ક્રોમ અને મોઝિલામાં રહેલી ખામીઓ યુઝર્સના અંગત ડેટાને હેકર્સને મોકલી શકે છે. એજન્સી અનુસાર, આ બગને કારણે તમામ પ્રકારની સુરક્ષાને બાયપાસ કરી શકાય છે.

 
ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ Google Chrome અને Mozilla બ્રાઉઝર્સને લઈને ઉચ્ચ સ્તરીય ચેતવણી જારી કરી છે. એજન્સીએ યુઝર્સને તેમના મોઝિલા ફાયરફોક્સ અને ક્રોમ બ્રાઉઝરને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરવા જણાવ્યું છે. Mozilla Firefox iOS ના 101 પહેલાના વર્ઝનમાં ઘણી સમસ્યાઓ છે. મોઝિલાની આ સમસ્યાઓને ઉચ્ચ સ્તરીય ભૂલોની શ્રેણીમાં મૂકવામાં આવી છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આ બગને ઠીક કરવા માટે મોઝિલાએ એક નવું અપડેટ બહાર પાડ્યું છે. કંપનીએ યુઝર્સને Mozilla Firefox iOS 101, Mozilla Firefox Thunderbird version 91.10, Mozilla Firefox ESR version 91.10 અને Mozilla Firefox version 101 ડાઉનલોડ કરવા કહ્યું છે. CERT-In અનુસાર, મોઝિલા અને ક્રોમ બ્રાઉઝર પર આ બગ્સને કારણે, ડિનાયલ ઑફ સર્વિસ (DoS) એટેકનું જોખમ રહેલું છે. આ હુમલામાં યુઝર તેમની માહિતીને એક્સેસ કરી શકતો નથી, જ્યારે હેકર પાસે યુઝર્સના ઈ-મેલ આઈડી, વેબસાઈટ અને અન્ય એકાઉન્ટની માહિતી હોય છે.


Google Chrome ને લઈને આપી હતી ચેતવણી
ગયા મહિને પણ CERT-in એ Google Chrome ને લઈને ચેતવણી જારી કરી હતી. એજન્સીએ કહ્યું હતું કે ગૂગલ ક્રોમમાં એક બગ છે, જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ લોકોની અંગત માહિતી ચોરી શકે છે. CERT-In અનુસાર, Google Chrome ના વર્ઝન 100 માં ખૂબ જ ખતરનાક સુરક્ષા બગ હતો.