ટેક્નોલોજીઃ યૂઝર્સ માટે WhatsApp લાવી રહ્યું છે આ 3 ખાસ ફિચર્સ, જાણો આજે જ ફટાફટ

વૉટ્સએપે પાંચ વર્ષ પહેલા જ આ ફિચર પર કામ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. હવે Wabetainfoએ તે એડિટ ફિચરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જેને હજુ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. 
 
Mobile-Phone_1

અટલ સમાચાર, ડેસ્ક  

વૉટ્સએપ પોતાને હજુ બેસ્ટ બનાવવા અને યૂઝર્સને વધુ સુવિધા આપવા માટે એક પછી એક ખાસ ફિચર્સ રિલીઝ કરી રહી છે. વૉટ્સએપ પર કેટલાય ફિચર્સ એવા છે જે બેસ્ટ ફેસિલિટી આપી શકે છે અને હાલમાં ટેસ્ટિંગ પીરિયડમાં છે. જેમાં Undo બટન, એડિટ ટેક્સ્ટ મેસેજ ઓપ્શન અને ડબલ વેરિફિકેશન ફિચર સામેલ છે.  વૉટ્સએપના તમામ નવા અપડેટ પર નજર રાખનારા ફર્મ Wabetainfoએ બતાવ્યુ કે વૉટ્સએપ જલદી જ યૂઝર્સને મેસેજ મોકલ્યા બાદ તેને એડિટ કરવાનો ઓપ્શન આપી શકે છે, આ ઉપરાંત એક Undo બટન અને ડબલ વેરિફિકેશન ફિચર પણ આપી શકે છે. 
 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
વૉટ્સએપ એડિટ બટન પર કામ કરી રહ્યું છે. આ બટન યૂઝર્સને મેસેજ મોકલ્યા બાદ તેને એડિટ કરવાની સુવિધા આપશે. વૉટ્સએપના કરન્ટ વર્ઝનમાં માત્ર યૂઝર્સ દ્વારા મોકલવામાં આવેલા મેસેજને Delete કરવાનો જ ઓપ્શન છે. જાણકારી અનુસાર, વૉટ્સએપે પાંચ વર્ષ પહેલા જ આ ફિચર પર કામ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. હવે Wabetainfoએ તે એડિટ ફિચરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જેને હજુ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. 

Undo બટન -
વૉટ્સએપ એક એન્ડૂ બટન પર પણ કામ કરી રહ્યું છે. Undo બટનની આ સુવિધા ત્યારે કામ આવશે જ્યારે "ડિલીટ ફૉર મી" ઓપ્શન દબાવીને તે ચેટને ફરીથી હાંસલ કરવા માંગશો. ક્યારેક ક્યાકેય આપણે "ડિલીટ ફૉર એવરીવન" બટન દબાવવાની જગ્યાએ ભૂલથી "ડિલીટ ફૉર મી" બટન દબાવી દઇએ છીએ. આવામાં Undo બટન આપણે આપણી ભૂલોને સુધારવા માટે માદદ કરશે. સૂચના એ પણ છે કે આને આપણે માત્ર એક નિશ્ચિત સમય સીમાના અંતરાલમાં જ ઉપયોગ કરી શકીશું. 


ડબલ વેરિફિકેશન ફિચર -
વૉટ્સએપ સુરક્ષા સંબંધી ફિચર પર હંમેશા કામ કરતુ રહે છે, હવે વૉટ્સએપ પોતાના યૂઝર્સની સુરક્ષા વધારવા માટે ડબલ વેરિફિકેશન ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફિચરના કારણે જ્યારે પણ તમે કોઇ અન્ય સ્માર્ટફોનમાંથી પોતાના વૉટ્સએપ એકાઉન્ટમાં લૉગ ઇન કરશો તો તમારે ડબલ વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.