દેશ: બપોરે અચાનક વોટ્સએપનું સર્વર થયું ડાઉન, 1.50 કલાક બાદ Whatsappની સેવાઓ શરૂ

 
Whatsapp

અટલ સમાચાર, ડેસ્ક 

ભારતમાં ઘણાં લોકો આજે વોટ્સએપ ડાઉનનો ભોગ બની રહ્યાં હતાં . સર્વિસ ડાઉન ડાઉન થતાં લોકો મેસેજ સેન્ડ કે રિસિવ નહોતા કરી શકતા પણ હવે આશરે 1.50 કલાક બાદ વોટ્સએપ ફરી ચાલુ થઇ ગયું છે.. Whatsapp પર મેસેજ સેન્ડ કરવા પર એરર આવી રહ્યું હતું.લોકોનો ઇન્ટરનેટ બરાબર ચાલતું હોવા છતાં મેસેજ સેન્ડ થતાં નહોતા પણ હવે whatsapp એ પ્રોબ્લેમ સોલ્વ કરી છે જેના લીધે સેવાઓ ફરી શરૂ થઇ છે .

વોટ્સએપ એરોરને કંપનીએ હવે સોલ્વ કરી લીધેલ છે. માહિતી અનુસાર દેશનાં મોટાભાગના હિસ્સાઓમાં whatsapp સેવા શરૂ થઇ ચૂકી છે. આ સેવા android અને iOSમાં શરૂ થઇ ગઇ છે.  Downdetectorના કહેવા અનુસાર લોકો સવારના 3.17 વાગ્યાથી વોટ્સએપ પર નાના-મોટા ગ્લીચનો સામનો કરી રહ્યાં હતાં.  ભારતમાં આશરે 28,413 લોકોએ 12.30 આસપાસ વોટ્સએપ સેવાઓ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. આશરે 69% લોકોએ મેસેજ સેન્ડ કરવામાં તો 7%લોકોએ એપ વાપરવામાં ફરિયાદ નોંધી હતી. 

Kalpesh Patel Sabarkantha
જાહેરાત


ડિટેક્શન વેબસાઇટ downdetector એ જણાવ્યું કે વોટ્સએપ હજારો યૂઝર્સના ફોનમાં ચાલી રહ્યું નથી. આ એરર મોટા સિટીઝ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, મુંબઇ, કોલકત્તામાં જોવા મળી રહ્યો હતો. વોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન whatsapp web પણ હાલમાં ડાઉન હતું.. કોઇ પણ પ્રકારનાં મેસેજની આપ-લે શક્ય બની રહી નહોતી. જો કે whatsapp પ્રોબ્લેમ હવે સોલ્વ કરી લેવાઇ છે.