ટેકનોલોજી@દેશ: ઓનલાઇન વેચાણની પૂરી જાણકારી રાખવી, નહિ તો બની જશો શિકાર, આ ત્રણ સ્કેમથી સાવધ રહો

ઓનલાઈન ઈ કોમર્સ વેબસાઈટ હવે આંતરે દિવસે નવા નવા સેલ લઈને આવે છે. 
 
ટેકનોલોજી@દેશ: ઓનલાઇન વેચાણની પૂરી જાણકારી રાખવી, નહિ તો બની જશો શિકાર, આ ત્રણ સ્કેમથી સાવધ રહો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજકાલ ઓનલાઈન ખરીદીમાં નવી-નવી સ્કીમ બહાર પાડવામાં આવી રહી છે.એવામાં લોકો સાથે ઠગાઈ થઇ શકે છે.આવા સેલ દરમિયાન ડિસ્કાઉન્ટમાં વસ્તુઓ મેળવવાની લાલચમાં યુઝર્સ છેતરાઈ પણ જાય છે. કેટલાક સ્કેમર્સ આ સેલના નામે યુઝર્સના પૈસા પડાવી લે છે. Amazon Prime Day Sale અને Flipkart Big Savings Days Sale દરમિયાન ત્રણ પ્રકારના સ્કેમથી હંમેશા સાવધ રહો. આ સ્કેમ્સ દ્વારા તમારા મહેનતના પૈસા તો જાય જ છે, સાથે જ તમારો પર્સનલ ડેટા પણ ચોરી થઈ શકે છે.એમોઝોન અને ફ્લિપકાર્ટ ભારતના બે સૌથી મોટા ઈ કોમર્સ પ્લેટફોર્મ છે. આ બંનેવેબસાઈટ પર આગમી સમયમાં સિઝનના સૌથી મોટા સેલ શરૂ થવા જઈ રહ્યા છે. Amazon Prime Day Sale અને Flipkart Big Savings Day saleની શરૂઆત 15 જુલાઈથી થઈ રહી છે. એમેઝોનનું સેલ 16 જુલાઈએ સમાપ્ત થઈ જશે, જ્યારે ફ્લિપકાર્ટનું સેલ 19 જુલાઈ સુધી ચાલશે. આ સેલ દરમિયાન એક તરફ જ્યાં તમે સસ્તામાં વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા હશો, ત્યાં બીજી તરફ સ્કેમર્સ આ સેલનો ફાયદો ઉઠાવીને તામારા પૈસા ચાંઉ કરી જવાનું આયોજન કરી રહ્યા છે. જી હાં, સ્કેમર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટના નકલી ડોમેઈન બનાવીને યુઝર્સને ફિશિંગ ઈમેઈલ કે મેસેજ કરે છે. આ મેસેજ કે મેઈલ દ્વારા આકર્ષક ડીલ્સ આપીને યુઝર્સને છેતરવામાં આવ છે. જો તમે પણ સેલ દરમિયાન સસ્તા ભાવે વસ્તુ ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો આવા સ્કેમર્સથી સતર્ક રહો.

Cyber Security ફર્મ Check Pointએ યુઝર્સને Amazon Prime Day Sale અને Flipkart Big Saving Days Sale દરમિયાન થતા આ ત્રણ કોમન સ્કેમથી સતર્ક રહેવું જરૂરી છે. અહીં અમે તમને સ્કેમર્સ દ્વારા કરવામાં આવતા જુદા જુદા ત્રણ સ્કેમ્સ વિશે માહિતી આપી રહ્યા છીએ.

ફેક ડોમેઈન

ચેક પોઈન્ટના રિપોર્ટમાં 1500 જેટલા ફેક એમેઝોન ડોમેઈન અંગે માહિતી આપવામાં આવી છે. સ્કેમર્સ આ ડોમેઈન ક્રિએટ કરીને માસૂમ યુઝર્સને પોતાનો શિકાર બનાવે છે. આ ડોમેઈન અસ્સલ એમેઝોનની રિયલ વેબસાઈટ જેવા જ દેખાય છે. પરિણામે, યુઝર્સ તેને એમેઝોન જ માની બેસે છે અને છેતરાઈ જાય છે. યુઝર્સ આ ફેક ડોમેઈનને અસલી એમેઝોનની વેબસાઈટ સમજીને તેના પર ક્લિક કરી દે છે અને આ રીતે યુઝર્સની અંગત માહિતી સ્કેમર્સ સુધી પહોંચી જાય છે.

ફિશિંગ મેઈલ

સ્કેમર્સ સેલ દરમિયાન યુઝર્સને ફિશિંગ મેઈલ પણ મોકલે છે. આ ઈમેઈલ બિલકુલ રિયલ મેઈલ જવા જ હોય છે, જેને જોઈને યુઝર સમજે છે કે આ મેઈલ એમેઝોન દ્વારા જ મોકલવામાં આવ્યા છે. આ મેઈલ યુઝર્સને પ્રાઈમ મેમ્બરશિપમાં આવતી મુશ્કેલીઓ જણાવે છે. આ રીતે હેકર્સનો ઉદ્દેશ્ય હોય છે કે, યુઝર્સ ગભરાઈને પોતાના ઓટીપી જેવી અંગત માહિતી તેમને જણાવી દે.

ફેક મેસેજ

આ ઉપરાંત કેટલાક સ્કેમર્સ મેસેજ દ્વારા યુઝર્સને નિશાન બનાવે છે. આ મેસેજનો ઉદ્દેશ્ય એ હોય છે કે યુઝર્સ આ મેસેજમાં આપવમાં આવેલી લિંક્સ પર ક્લિક કરે અને તેમની જાળમાં ફસાઈ જાય. આ લિંક્સ પર ક્લિક કરતા જ તમારો ફોન, તમારો ડેટા હેકર્સ પાસે ક્લોન થઈ જાય છે, અને તમારા પૈસા ચોરાઈ જાય છે.