રિલાયન્સે શરૂ કરી એગ્રીગેશન એપ અને વેબસાઇટ જિયો ન્યૂઝ

અટલ સમાચાર,ડેસ્ક ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યા બાદ રિલાયન્સ જિયોએ જિયો ન્યૂઝના રૂપમાં નવી ડિજિટલ પ્રોડક્ટ લોન્ચ કરી છે. જિયો ન્યૂઝ મોબાઇલ એપ્લિકેશનની સાથે વેબ વેસ્ડ સર્વિસ (www.jionews.com) પણ છે. જો તમે પણ આ એપને ડાઉનલોડ કરવા માંગો છો તો ગૂગલ પ્લે ઉપરાંત એપલ એપ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. યૂજર્સને જિયો ન્યૂઝ દ્વારા
 
રિલાયન્સે શરૂ કરી એગ્રીગેશન એપ અને વેબસાઇટ જિયો ન્યૂઝ

અટલ સમાચાર,ડેસ્ક

ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યા બાદ રિલાયન્સ જિયોએ જિયો ન્યૂઝના રૂપમાં નવી ડિજિટલ પ્રોડક્ટ લોન્ચ કરી છે. જિયો ન્યૂઝ મોબાઇલ એપ્લિકેશનની સાથે વેબ વેસ્ડ સર્વિસ (www.jionews.com) પણ છે. જો તમે પણ આ એપને ડાઉનલોડ કરવા માંગો છો તો ગૂગલ પ્લે ઉપરાંત એપલ એપ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. યૂજર્સને જિયો ન્યૂઝ દ્વારા હિંદી, બંગાળી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિળ, ઉર્દૂ સહિત ઘણી ભાષાઓમાં ન્યૂઝ પુરા પાડવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે જિયો ન્યૂઝ યૂજર્સ પોતાના મુજબથી હોમપેજને કસ્ટમાઇઝ કરી શકે છે. યૂજર્સ રાજનીતિ, ખેલ, મનોરંજન, બિઝનેસ, ટેક્નોલોજી, જીવનશૈલી, ફેશન, કેરિયર, સ્વાસ્થ્ય, જ્યોતિષિ, નાણાકીય અન્ય ક્ષેત્રોમાં પોતાની રૂચિના ક્ષેત્રોને પસંદ કરીને હોમપેજને કસ્ટમાઇઝ કરી શકો છો.

જિયો ન્યૂઝની કંપનીએ એવા સમયમાં શરૂઆત કરી છે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી અને આઇપીએલ ચાલી રહી છે. આગામી સમયમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ક્રિકેટ વર્લ્ડકપ યોજાવાનો છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીયઝ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસમાં કહેવામાં આવ્યું છે કે તેના પર તમે 12થી વધુ ભારતીય ભાષાઓમાં સમાચાર વાંચી શકો છો.