શોધઃ વૈજ્ઞાનિકોએ શરીરનો એક અલગ ભાગ શોધી કાઢ્યો, જેનો ઉલ્લેખ આ પહેલા ક્યારેય થયો નથી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

વૈજ્ઞાનિકોએ શરીરનો એક એવો  ભાગ શોધી કાઢ્યો છે જેનો ઉલ્લેખ આ પહેલા ક્યારેય થયો નથી. આ ભાગ જડબાની માસ્સેટર માંસપેશીઓના એક ઊંડા પડની અંદર મળ્યો છે. અત્રે જણાવવાનું કે માસ્સેટર માંસપેશી (સ્નાયુ) જ જડબાના નીચેના ભાગને ઉપર ઉઠાવે છે અને ખાવાનું ચાવવામાં તેની મહત્વપૂર્ણ  ભૂમિકા હોય છે. મોડર્ન એનોટોમી ટેક્સ્ટ બુકમાં માસ્સેટરની બે પડ (પરત)નો ઉલ્લેખ છે. તેમાં એક ઊંડી અને એક બહારની પડ છે. 

 
અમારી સહયોગી વેબસાઈટ WION ના રિપોર્ટ મુજબ આ શોધને સાયન્સ જર્નલ એનલ્સ ઓફ એનેટોમીની ઓનલાઈન એડિશનમાં પ્રકાશિત કરાઈ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમની ટીમે ઐતિહાસિક ગ્રંથોમાં લખેલી જડબાની માંસપેશીઓમાં છૂપાયેલા અંગને શોધવા માટે પોતાનો સ્ટડી શરૂ કર્યો હતો. આવું કરવા માટે તેમણે 12 મૃતદેહોને ફોર્મલાડેહાઈડમાં સંરક્ષિત કર્યા. જ્યારે વૈજ્ઞાનિકોએ બોડીના માથાનો અભ્યાસ કર્યો તો તેમને ચોંકાવનારા પરિણામ મળ્યા. તેમને પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખિત જગ્યાથી દૂર શરીરનો એક અલગ ભાગ જોવા મળ્યો. 

વૈજ્ઞાનિકોએ શોધ દરમિયાન 16 તાજા મૃતદેહોનું સીટી સ્કેન પણ કર્યું અને એક જીવિત વ્યક્તિના એમઆરઆઈ સ્કેન સાથે સરખામણી કરી. આ દરમિયાન તેમને જડબાની માંસપેશીઓમાં ત્રીજી પડ જોવા મળી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ઊંડી પડ જાઈગોમેટિક પ્રોસેસથી ચાલે છે. આ પ્રોસેસ ગાલના કોમળ હાડકાને નક્કર બનાવે છે. તેને ગાલની પાછળની બાજુ મહેસૂસ કરી શકાય છે. સ્વિટ્ઝરલેન્ડ સ્થિત બેસલ યુનિવર્સિટીમાં બાયોમેડિસિન વિભાગના એક લેક્ચરર અને રિસર્ચ પેપરના લેખક સ્ઝિલ્વિયા મેઝી(Szilvia Mezey)એ જણાવ્યું કે માંસપેશીઓનો આ ઊંડો ભાગ પહેલાની બે જાણીતા પડ કરતા બિલકુલ અલગ છે. 
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 


 સ્ઝિલ્વિયા મેઝી એ કહ્યું કે આ પડ નીચેના જડબાને સ્થિર કરવામાં મદદ કરે છે. યુનિવર્સિટી ઓફ બેસલના સેન્ટર ડેન્ટલ મેડિસિનના પ્રોફેસર અને ડોક્ટર જેન્સ ક્રિસ્ટોફ ટર્પએ કહ્યું કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે છેલ્લા 100 વર્ષમાં શારીરિક અનુસંધાનએ  કોઈ કસર છોડી નથી, ત્યારે આવામાં તેને સદીની શોધ માનવામાં આવી શકે છે.