ટેકનોલોજી@મોબાઈલ: Instagram માં આવ્યું નવું ફીચર,આ ફિચર વિશે જાણો વિવિત બાબતો

Instagram એ એક લોકપ્રિય વિડિયો-ફોટો શેરિંગ એપ્લિકેશન છે. 
 
ટેકનોલોજી@મોબાઈલ: Instagram ઉપર તમારી કોઈપણ પોસ્ટની રીચ વધારવા આટલું જરૂરી, આ ટિપ્સની કામની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજકાલ લોકો સોશિયલ મીડિયા ખુબજ પ્રમાણમાં વાપરતા થયા છે.લોકો સોશિયલ મીડિયા પર વિડીઓ બનાવી ફેમસ થાય છે અને પૈસા કમાય છે.Instagram એ એક લોકપ્રિય વિડિયો-ફોટો શેરિંગ એપ્લિકેશન છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો લોકોમાં ઘણો ક્રેઝ છે. આ પ્લેટફોર્મમાં કરોડો લોકો હાજર છે અને તેથી જ કંપની વચ્ચે યુઝર્સ માટે આકર્ષક ફીચર્સ લાવતી રહે છે. જો તમે ઈન્સ્ટાગ્રામ યુઝર છો તો તમારા માટે સારા સમાચાર છે. કંપનીએ યુઝર્સને એક એવું ફીચર આપ્યું છે, જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.જ્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કરતા હતા, ત્યારે તમને તેમાં સોંગ એડ કરવાનો વિકલ્પ આપવામાં આવતો હતો. પરંતુ જ્યારે તમે ફોટો ગ્રિડમાં એકસાથે અનેક ઇમેજ શેર કરી હતી, ત્યારે તેમાં ઑડિયો ઉમેરવાનો કોઈ વિકલ્પ નહોતો. આનાથી ફોટો ગ્રીડ થોડી કંટાળાજનક લાગે છે. જોકે, હવે કંપનીએ યુઝર્સની ઈચ્છા સાંભળી છે અને ફોટો ગ્રીડમાં મ્યુઝિક એડ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.સિંગલ પોસ્ટમાં મ્યુઝિક ઉમેરવાનો વિકલ્પ હતો.જો કે, અહીં તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે કંપનીએ તમને સમગ્ર ફોટો ગ્રીડમાં એક જ સંગીત ઉમેરવાનો વિકલ્પ આપ્યો છે. તમે જુદા જુદા ફોટા માટે અલગ મ્યુઝિક એડ કરી શકશો નહીં. કેટલાક લોકો માટે આ થોડી નિરાશાજનક હોઈ શકે છે. આ ફીચર હમણાં જ Instagram તરફથી તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવ્યું છે. જો તમને તેનું અપડેટ મળ્યું નથી, તો તમે થોડા દિવસો રાહ જુઓ, તમને આ સુવિધા ટૂંક સમયમાં મળી જશે.