ટેકનોલોજી: એવો સ્માર્ટફોન જેની બેટરી ચાલે છે 50 દિવસ,જાણો વધુ
ટેકનોલોજી: એવો સ્માર્ટફોન જેની બેટરી ચાલે છે 50 દિવસ,જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક

સ્પેઇનના બાર્સોલિનામાં યોજાયેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 સંપન થઇ ચુક્યુ છે. મહત્વનું છે કે, ચાર દિવસ ચાલેલી આ ઇવેન્ટમાં સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો,. ફ્રાન્સની મોબાઇલ ઉત્પાદક કંપની Energizerએ વિશ્વનો પહેલો એવોથમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેમા બેટરી 18,000mAhની છે. જેનું નામ Energizer P18K છે.

આ મોબાઇલની વાત કરીએ તો, એનર્જીઝર P18K પાસે MediaTek Helio P70 SOC પ્રોસેસર છે. આ ઉપરાંત, તેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. બેક પેનલ પર ટ્રીપલ રિયર કેમરા સેટઅપ છે. જેનો પહેલો કેમેરો 12 મેગાપિક્સેલ બીજો 5 મેગાપિક્સેલ અને ત્રીજો 2 મેગાપિક્સેલ છે. સેલ્ફી માટે, તેમાં 16-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 2-મેગાપિક્સલનો સેકન્ડરી કૅમેરો છે.

મહત્વનું છે કે, કંપનીએ એવો દાવો કર્યો છે કે જો તમે આ સ્માર્ટફોનને એકવાર ચાર્જ કર્યો પછી તેમા સતત બે દિવસ સુધી ઓનલાઇન વીડિયો સ્ટ્રીમીંગ કરી શકો છો. આ ઉપરાંત ફોનને સ્ટેન્ડબાઇ બેટરી બેકઅપ 50 દિવસ રહેશે.