ટેક્નોલોજીઃ WhatsAppમા એકસાથે 6 અફલાતૂન ફિચર્સ આવશે, ફટાફટ અહીયા જાણીલો નવા ફેરફાર
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

WhatsAppમાં આ વર્ષે ઘણા નવા ફિચર્સને એડ કરવામાં આવ્યા. તેમાંથી મેસેન્જરનો યુઝ કરવાનો એક્સપીરિયન્સ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. નવું ફિચર મોટાભાગે યુઝર યુટિલિટી સાછે જોડાયેલું રહેશે.વોટ્સએપ જે ફિચર્સને આ વર્ષે લોન્ચ કરવાનો છે. તેનું ટેસ્ટિંગ ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ વર્ષે વોટ્સએપ એન્ડ્રોયડ યુઝર્સને iOS પર ચેટ ટ્રાન્સફર કરવાનું ફિચર મળશે. આ ફિચરની મદદથી એન્ડ્રોયડની મદદથી એન્ડ્રોયડ યુઝર જો iOS પર શિફ્ટ થશે તો તે પોતાની ચેટને ટ્રાન્સફર કરી શકશે. કંપનીએ ગયા વર્ષે iOS અને એન્ડ્રોયડથી બચવા માટે ચેટ ટ્રાન્સફર શરૂ કરી દીધુ હતું. યુઝર્સ પોતાની ચેટ હિસ્ટ્રીને પોતાના આઈફોનથી એન્ડ્રોયડ ડિવાઈસમાં ટ્રાન્સફર કરી શકે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


વોટ્સએપ, ગ્રુપ ચેટ એડમિનના કંટ્રોલને વધારવા માટે નવા ફિચર પર કામ કરી રહ્યું છે. વોટ્સએપ પર એડમિન જલ્દી જ ગ્રુપ ચેટમાં મોકલવામાં આવેલા કોઈ પણ મેસેજને હટાવી શકે છે. જ્યારે એડમિન ગ્રુપમાં કોઈ પણ મેસેજને રિમૂવ કરી શકશે. તો ગ્રુપમાં દરેકને તેની સુચના આપવામાં આવશે. આ ડિસઅપીયરિંગ મેસેજથી અલગ હશે કારણ કે ગ્રુપ અડમિન જ્યારે ઈચ્છે તેનો ઉપયોગ કરી શકશે. મેસેજ પર રિએક્શન આપવાનું ફિચર વોટ્સએપ માટે એક મોટુ અપડેટ હશે. આ ફિચર સોશિયલ મીડિયા એપ પર પહેલાથી જ ઉપલબ્ધ છે. વોટ્સએપને ચેટમાં મેસેજ પર રિએક્ટ કરવાની સુવિધાને ટેસ્ટ કરતા જોવામાં આવ્યું છે. આ સુવિધા તમને ઈમોજીની સાથે પ્રતિક્રિયા કરવા દેશે અને હાલમાં છ ઈમોજી રિએક્શનની પુષ્ટિ કરવામાં આવી છે. યુઝરએ પણ જોઈ શકશે કે તમારા મેસેજ પર કયા ઈમોજીએ રિએક્ટ કર્યું છે.

  
આ વર્ષે મળનાર નવા ફિચરમાં વોટ્સએપ કમ્યુનિટી એક મોટુ ફિચર હશે. આ ફિચર યુઝર્સને અલગ અલગ વોટ્સએપ ગ્રુપને એક કમ્યુનિટીમાં એક સાથે જોડવાની પરવાનગી આપશે. એક રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ તમને એક કમ્યુનિટીમાં 10 ગ્રુપને એક સાથે જોડશે.વોટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે. જે યુઝર્સ માટે એપ પર બિઝનેસ સર્ચ કરવું સરળ રહેશે. સર્ચ ટૂલમાં 'businesses nearby'નામનું એક નવું સેક્શન હશે. અહીં રેસ્ટોરન્ટ, કરિયાણાનું સ્ટોર, કપડાં જેવું ફિલ્ટર જોવા મળે છે. જેમાં એપ પર ઈમેજ, વીડિયો, GIFના ફિલ્ટર જોવા મળે છે.