ટેક્નોલોજીઃ WhatsApp લોંચ કરશે નવું ફીચર, કંઈક આવું દેખાશે વોઈસ અને વીડિયો કોલ ઈન્ટરફેસ

કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ગ્રુપ વૉઇસ કૉલ કરતી વખતે નવી રી-ડિઝાઈન ખૂબ જ આકર્ષક દેખાશે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


હાલમાં વોટ્સએપ દ્વારા નવું વોઈસ કોલ ઈન્ટરફેસ વિકસાવવામાં આવી રહ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. આ નવું ઈન્ટરફેસ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના એન્ડ્રોઈડ અને iOS બંને વર્ઝન માટે ઉપલબ્ધ થશે. વોટ્સએપ આ નવા ઈન્ટરફેસ દ્વારા પર્સનલ અને ગ્રૂપ વોઈસ કોલ માટે તેના યૂઝર્સને તદ્દન નવા અનુભવ આપવા માટેની વિચારણા કરી રહ્યું છે. WABetainfoના રિપોર્ટ અનુસાર યૂઝર્સ જ્યારે વોટ્સએપ વૉઇસ કૉલનો ઉપયોગ કરે છે તેમને નવું ડિઝાઈનર ઈન્ટરફેસ મળે તે માટે વોટ્સએપ હવે કામ કરી રહ્યું છે. જોકે, હજુ સુધી વોટ્સએપ બીટા ટેસ્ટર્સ માટે પણ આ નવા ફેરફારો ઉપલબ્ધ નથી બન્યા.

અહીં સરળતાથી જોઈ શકાય છે કે ભવિષ્ય માટે વોટ્સએપ પોતાના ઈન્ટરફેસને વધુ કોમ્પેક્ટ અને મોર્ડન બનાવવા માટે રી-ડિઝાઈન કરી રહ્યું છે. સાથે જ સ્પેસ પણ ઓર્ગેનાઈઝ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ગ્રુપ વૉઇસ કૉલ કરતી વખતે નવી રી-ડિઝાઈન ખૂબ જ આકર્ષક દેખાશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

અહીં મહત્ત્વનું છે કે રી-ડિઝાઈન પછી બધા બટનો અને ઇન્ટરફેસ એલિમેન્ટ્સ અને કૉલ સ્ક્રીન બિલકુલ બદલાતી નથી અને બધુ જ તેની જગ્યાએ રહેશે. જણાવી દઈએ કે iOS માટે વોટ્સએપ દ્વારા આ માટે સ્ક્રીનશૉટ લેવામાં આવ્યો હતો. વોટ્સએપ એન્ડ્રોઈડ માટે હજી કોઈ સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી પણ માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ એન્ડ્રોઈડ માટે પણ આવુ જ રીડિઝાઈન કરી રહ્યું છે. રીડિઝાઇન યૂઝર એક્સપિરિયન્સને વધુ મોર્ડન અને વધુ સારો કરાવવામાં ઉપયોગી થશે. આ અંતર્ગત બ્લેક કલર માટે જાતે જ રંગીન બેકગ્રાઉન્ડ સ્વિચ થઈ જાય છે, જેના વચ્ચે રાઉન્ડેડ ગ્રે સ્ક્વેરમાં તમે તમારા કોન્ટેક્ટનું નામ/નંબર અને પ્રોફાઇલ ફોટો જોઈ શકો છો.

જણાવી દઈએ કે નવું ઈન્ટરફેસ વધુ કોમ્પેક્ટ અને મોર્ડન લાગી રહ્યું છે, ખાસ વાત એ છે કે ગ્રુપ કોલ દરમિયાન આ ઈન્ટરફેસ વધુ સારું દેખાશે. રિપોર્ટ અનુસાર મેટાની માલિકીનું વોટ્સએપ એવા ઈન્ડિકેટરેસ ઉમેરવાનો વિચાર કરી રહ્યું છે જે તેના યૂઝરને જણાવશે કે વોટ્સએપ પરથી કરવામાં આવેલા તમામ કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. આ ઈન્ડિકેટર એક મેસેજના રૂપમાં દર્શાવવામાં આવશે, જેમાં "તમારા વ્યક્તિગત કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે" તેવું લખેલું જોઈ શકાશે. આ પ્લેટફોર્મ પરથી કરવામાં આવેલા વૉઇસ અને વીડિયો કૉલ્સ માટે આ મેસેજ એપના કૉલ્સ ટૅબમાં દરેક કૉલ નીચે જોવા મળશે.